ઉદયપુરના આ વીડિયોમાં તમે સ્વિમિંગ પૂલની અંદર ગરબા ડાન્સ કરતા યુવકો અને યુવતીઓને જોઈ શકો છો

પ્રતીકાત્મક તસવીર
ભારતમાં નવરાત્રીને લઈને લોકોના મનમાં અનેરો ઉત્સાહ છે. ભારતના લોકો ધર્મ અને ભક્તિના મામલે ખૂબ જ સંવેદનશીલ છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયોએ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ વીડિયોને લઈને ઈન્ટરનેટ પર હોબાળો થયો છે. વીડિયો રાજસ્થાનના ઉદયપુરનો છે.
ઉદયપુરના આ વીડિયોમાં તમે સ્વિમિંગ પૂલની અંદર ગરબા ડાન્સ કરતા યુવકો અને યુવતીઓને જોઈ શકો છો. ફિલ્મ `લવયાત્રી`નું ગીત `છોગાડા તારા` બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. આ ગીત પર દરેક લોકો ગરબા કરતા જોઈ શકાય છે.
#WATCH राजस्थान: उदयपुर में गरबा का आयोजन स्विमिंग पूल में किया गया। (23.09) pic.twitter.com/AIzqWi8rAL
— ANI_HindiNews (@AHindinews) September 23, 2022
આ વીડિયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોની આલોચના કરતા અને ગુસ્સે થતા જોવા મળ્યા હતા. હિન્દુ સંગઠનોએ પણ આ વીડિયોને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને આયોજક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની વાત પણ કરી હતી. બાદમાં આયોજકે આ મામલે માફી પણ માગી છે.
વીડિયોને કારણે થયેલા હોબાળા બાદ આયોજકનું કહેવું છે કે તેને ખ્યાલ નહોતો કે તેનાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચશે. કંઈક નવું કરવા અને તેને યોગ-ધ્યાન સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો: ‘લિસાતાઈ’ અને ‘લિસાબેન’ની ઇમેજ જુઓ