ટ્વિટર યુઝર પૂજા સંગવાને ઇમેજિસની એક સિરીઝ શૅર કરી છે જેમાં જણાવાયું છે કે જો મોનાલિસા ભારતનાં અલગ-અલગ રાજ્યોની હોત તો તે કેવી દેખાતી હોત

લિસાતાઈ અને લિસાબેન
૧૬મી સદીની શરૂઆતમાં લિયોનાર્ડો દ વિન્ચી દ્વારા પેઇન્ટ કરવામાં આવેલા મોનાલિસાનો દુનિયામાં સૌથી ફેમસ પેઇન્ટિંગ્સમાં સમાવેશ થાય છે. આ માસ્ટરપીસ સૌકોઈને કૌતુક જગાવી રહ્યું છે. હવે મોનાલિસાનાં મજેદાર વર્ઝન સોશ્યલ મીડિયા પર વાઇરલ થયાં છે.
ટ્વિટર યુઝર પૂજા સંગવાને ઇમેજિસની એક સિરીઝ શૅર કરી છે જેમાં જણાવાયું છે કે જો મોનાલિસા ભારતનાં અલગ-અલગ રાજ્યોની હોત તો તે કેવી દેખાતી હોત. પહેલા ટ્વીટમાં મોનાલિસાનું સાઉથ દિલ્હી વર્ઝન ‘લિસામૌસી’ બતાવાયું છે.
ADVERTISEMENT
એ પછી બીજા ટ્વીટમાં મોનાલિસાને મહારાષ્ટ્રીયન ‘લિસાતાઈ’ બતાવવામાં આવી છે. એ પછી મોનાલિસાને બિહારની ‘લિસાદેવી’, રાજસ્થાનની ‘મહારાની લિસા’, કલકત્તાની ‘શોના લિસા’, કેરલાની ‘લિસા મોલ’, તેલંગણની ‘લિસા બોમ્મા’ તેમ જ આખરે ગુજરાતની ‘લિસા બેન’ તરીકે રજૂ કરાઈ છે.
આ પોસ્ટ પર હજારો લાઇક્સ અને કમેન્ટ્સ આવી છે. ઇન્ટરનેટ યુઝર્સ આ ફેમસ પેઇન્ટિંગના પૅરોડી વર્ઝનથી ઇમ્પ્રેસ થયા છે.

