નદીમાં ફસાયેલા હરણને આ ભાઈએ જીવના જોખમે બચાવ્યું
હરણને બચાવતો માણસ
સોશ્યલ મીડિયા પર અવારનવાર જીવના જોખમે જનાવરોને બચાવાયાં હોવાના વિડિયો અપલોડ થતા હોય છે. હાલમાં આવો જ એક વિડિયો વાઇરલ થયો છે. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના ઑફિસર રમેશ પાન્ડેએ પોસ્ટ કરેલા વિડિયોમાં એક જાંબાઝ નદીમાં ફસાયેલા હરણને બચાવવા માટે રસ્સીના સહારે હવામાં અધ્ધર લટકીને હરણની પૂંછડી પકડીને એને પોતાની તરફ ખેંચીને બચાવી લે છે. વિડિયોની કૅપ્શનમાં તેમણે લખ્યું છે કે યૂપી ગંગા બૈરાજમાં ફસાયેલા હરણને ફૉરેસ્ટ ઑફિસર મોહન યાદવે જીવના જોખમે સુરક્ષિત બહાર કાઢ્યું હતું.