સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર સંબંધોની છેતરપિંડીની અનોખી ઘટના પ્રકાશમાં આવી છે. એક પ્રેમીએ તેની પ્રેમિકાથી દૂર થવા માટે પોતે મૃત્યુ પામ્યો હોવાનો સંદેશો મોકલ્યો હતો.
થિયા લવરિજ
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર સંબંધોની છેતરપિંડીની અનોખી ઘટના પ્રકાશમાં આવી છે. એક પ્રેમીએ તેની પ્રેમિકાથી દૂર થવા માટે પોતે મૃત્યુ પામ્યો હોવાનો સંદેશો મોકલ્યો હતો. થિયા લવરિજ નામની પ્રેમિકાને ‘દાળમાં કંઈક કાળું’ હોવાની ગંધ આવી. તેણે પ્રેમીની બહેનને વિશ્વાસમાં લઈને બનાવટી દફનવિધિ અને પ્રાર્થનાસભા (સર્વિસ) યોજીને એની તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. અલબત્ત એ નાટક પ્રેમીને ભારે પડ્યું. તેણે જેલમાં જવું પડ્યું.
પ્રેમી સાથેના સંબંધથી દીકરાના જન્મ બાદ થિયા લવરિજને બૉયફ્રેન્ડ ચીટર હોવાનો ખ્યાલ આવ્યો હતો. તે સગર્ભા થઈ એ વખતે પ્રેમી-બૉયફ્રેન્ડ તેનાથી દૂર રહેતો હતો અને ખોટું બોલતો હતો. એ સમયે થિયાના પ્રેમીને તેની ભૂતપૂર્વ પ્રેમિકા પણ શોધતી હતી. એ શોધખોળમાં તેણે થિયાને પણ મેસેજ કર્યા કે ‘પેલા પ્રેમીમહાશય મારા સંપર્કમાં નથી, મારી સાથે વાત કરતા નથી. એથી થિયાએ બદલો લેવા માટે તેના પ્રેમીની ભૂતપૂર્વ પ્રેમિકા-ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો કે પેલા રોમિયોએ તો લીલા સંકેલી લીધી છે. થિયાએ પ્રેમીની બહેન સાથે મળીને બનાવટી દફનવિધિ અને પ્રાર્થનાસભા પણ કરી. નાટકિયા પ્રેમી સાથે નાટક કર્યું. ત્રણ વર્ષ પહેલાં એ ઘટના બન્યા પછી પ્રેમીની વરસીએ થિયા સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેને શ્રદ્ધાંજલિ આપે છે અને છેલ્લી ક્ષણોમાં તેની પાસે શા માટે પહોંચી ન શકી, કેવા સંજોગો હતા એની કરુણ કથની પણ લખે છે.


