Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઉંદર જેવું વિચિત્ર ત્રિનેત્ર પ્રાણી

ઉંદર જેવું વિચિત્ર ત્રિનેત્ર પ્રાણી

08 April, 2021 09:14 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિચિત્ર પ્રાણીએ નેટિઝન્સમાં ભયની લાગણી જન્માવી છે

ત્રિનેત્ર પ્રાણી

ત્રિનેત્ર પ્રાણી


સોશ્યલ મીડિયા પર ત્રણ આંખ ધરાવતા ઉંદર જેવા એક વિચિત્ર પ્રાણીનો વિડિયો વાઇરલ થયો છે, જેણે નેટિઝન્સમાં ભયની લાગણી જન્માવી છે.

વિડિયો ક્યાંનો છે એ જાણી શકાયું નથી. વિડિયોમાં દેખાતા પ્રાણીની પૂંછડી પરથી ખાસ્સા એવા વાળ ગાયબ છે. થોડી વાર આમતેમ દોડાદોડી કર્યા બાદ જ્યારે આ અવનવું પ્રાણી કૅમેરા સામે ઊભું રહે છે ત્યારે એની બે આંખ સાથે, બન્ને આંખની વચ્ચે થોડી ઉપર લગભગ કપાળ પર  ત્રીજી આંખ દેખાય છે જે બીજી બે આંખ કરતાં સહેજ મોટી છે.



આ વિડિયો ક્લિપ ટેક્સસસ્થિત ટિકટૉક યુઝરે અપલોડ કરી છે. વિડિયો વાઇરલ થતાં નેટિઝન્સે એના પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને એને ઉંદર, ખિસકોલી સાથે સરખામણી કરીને મૂંઝવણ વ્યક્ત કરી છે. એક નેટિઝને આ પ્રાણીને ઉંદર (રૅટ) અને ખિસકોલી (સ્ક્વિરલ)ને ભેગા કરવામાં આવતાં જે પ્રાણી આકાર પામે એવું ગણાવીને એને સ્ક્વિરૅટ નામ આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2021 09:14 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK