પુત્રને ગુટકાનો નશો હતો અને તેથી પિતાએ જ્યારે એ ખરીદવા પૈસા આપવાની ના પાડી એટલે તેને ગુસ્સો આવ્યો હતો અને પિતાની હત્યા કરી દીધી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં ગુટકા ખરીદવા માટે ૧૦ રૂપિયા આપવાની ના પાડી દેતાં ૪૦ વર્ષના પુત્રએ મંગળવારે ૭૦ વર્ષના પિતાનું તીક્ષ્ણ હથિયારથી માથું વાઢી નાખ્યું હતું. પિતાનું કપાયેલું માથું લઈને આરોપી પોલીસ-સ્ટેશનમાં પહોંચ્યો હતો અને આત્મસમર્પણ કરી દીધું હતું. પુત્રની માતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી અને તેનાં માતા-પિતા વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ પુત્રે પિતાની હત્યા કરી દીધી હતી. આ કેસ વિશે જાણકારી આપતાં વિભાગીય પોલીસ અધિકારી પ્રવત મલિકે જણાવ્યું હતું કે ‘મૃતકનું નામ બૈધાર સિંહ છે. એક નાની વાત પર હત્યા કરવામાં આવી છે. પુત્રને ગુટકાનો નશો હતો અને તેથી પિતાએ જ્યારે એ ખરીદવા પૈસા આપવાની ના પાડી એટલે તેને ગુસ્સો આવ્યો હતો અને પિતાની હત્યા કરી દીધી હતી.’

