Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩ લાખમાં ૧ કેસ: બે માથાં, બે કરોડરજ્જુ, ૧ દિલ અને ૧ લિવર સાથે અજીબ બાળક જન્મ્યું

૩ લાખમાં ૧ કેસ: બે માથાં, બે કરોડરજ્જુ, ૧ દિલ અને ૧ લિવર સાથે અજીબ બાળક જન્મ્યું

Published : 15 October, 2026 08:35 PM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશાના બ્રહ્મપુરમાં મહારાજા કૃષ્ણચંદ્ર ગજપતિ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં એક રૅર બાળકનો જન્મ થયો છે. આને એક બાળક કહેવું કે બે એ પણ મેડિકલ સાયન્સની દૃષ્ટિએ કોયડો છે, કારણ કે નવજાતના શરીરમાં બે માથાં છે પરંતુ હૃદય એક જ છે.

૩ લાખમાં ૧ કેસ: બે માથાં, બે કરોડરજ્જુ, ૧ દિલ અને ૧ લિવર સાથે અજીબ બાળક જન્મ્યું

૩ લાખમાં ૧ કેસ: બે માથાં, બે કરોડરજ્જુ, ૧ દિલ અને ૧ લિવર સાથે અજીબ બાળક જન્મ્યું


ઓડિશાના બ્રહ્મપુરમાં મહારાજા કૃષ્ણચંદ્ર ગજપતિ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં એક રૅર બાળકનો જન્મ થયો છે. આને એક બાળક કહેવું કે બે એ પણ મેડિકલ સાયન્સની દૃષ્ટિએ કોયડો છે, કારણ કે નવજાતના શરીરમાં બે માથાં છે પરંતુ હૃદય એક જ છે. બન્ને બાળકો છાતીથી જોડાયેલાં છે. તેમને બે હાથ અને બે પગ જ છે, પરંતુ બન્નેની કરોડરજ્જુ અલગ છે. આ અત્યંત રૅર ગણાય એવી શરીર સંરચનાવાળા બાળકોને જોઈને ડૉક્ટરો પણ અચંબિત છે. 
રવિવારે રુની માંઝી નામની મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને મોડી રાતે તેણે શરીરથી જોડાયેલાં બાળકોને જન્મ આપ્યો હતો. બાળકને જોઈને ડૉક્ટરોને શંકા હતી કે એ જીવતું રહેશે કે કેમ? બે દિવસથી એને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યાં છે. બન્નેની હાલત નાજુક છે. જન્મ સમયે એમનું વજન ૨.૬ કિલોગ્રામ હતું. રુની અને તેના પતિ ત્રિલોચનનું આ પહેલું સંતાન હતું. બાળકના જન્મને લઈને પરિવાર ખૂબ ઉત્સુક હતો, પરંતુ અજીબ શરીરરચના ધરાવતા બાળકને કારણે ખુશી ચિંતામાં બદલાઈ ગઈ છે. આ બાળક જીવશે કેટલું એ પણ સવાલ છે અને જો જીવશે તો કેવી રીતે મોટું થશે એ એનાથી મોટો સવાલ છે. 
શરીરથી જોડાયેલાં બાળકને કૉન્જૉઇન્ડ ટ્વિન્સ કહેવાય છે. આ ઘટના રૅરેસ્ટ ઑફ રૅર છે. જ્યારે શુક્રાણુ અને અંડબીજનું ફલીકરણ થયા પછી એમાંથી બે ભ્રૂણ વિકસે છે પણ એ સંપૂર્ણપણે એકમેકથી છૂટાં નથી પડી શકતાં ત્યારે આ સ્થિતિ સરજાય છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 08:35 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK