Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીન અને સાઉદી બાદ મલેશિયાએ બનાવી ફ્લોટિંગ સિટીની યોજના

ચીન અને સાઉદી બાદ મલેશિયાએ બનાવી ફ્લોટિંગ સિટીની યોજના

13 December, 2022 11:22 AM IST | Kuala Lumpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરેક ટાપુ પર ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ જેટલા લોકો રહી શકે

મલેશિયાએ બનાવી ફ્લોટિંગ સિટીની યોજના

Offbeat News

મલેશિયાએ બનાવી ફ્લોટિંગ સિટીની યોજના


ચીન અને સાઉદી અરેબિયા બાદ ફ્લોટિંગ સિટીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં મલેશિયાએ પણ ઝંપલાવ્યું છે. મલેશિયાના પેનાંગ ટાપુ પર વિશાળ કુત્રિમ ટાપુઓની ડિઝાઇન બહાર પાડવામાં આવી છે. લિલીપેડ નામના આ  ફ્લોટિંગ શહેરમાં ડ્રાઇવર વિનાની કાર અને પાઇલટ વિનાના હેલિકૉપ્ટર ઉપરાંત અનેક સુવિધા હશે. ડેન્માર્કની આર્કિટેક્ચર અને ડિઝાઇન ફર્મ તથા મલેશિયાની જાણીતી આર્કિટેક્ટ હિજાસ બિન કસ્તુરી દ્વારા સૌપ્રથમ આ પ્રોજેક્ટની યોજના ૨૦૨૦માં રજૂ કરવામાં આવી હતી. જો આ વિશાળ પ્રોજેક્ટ પૂર્ણ થાય તો કુલ ૧૮૨૧ હેક્ટર વિસ્તારમાં ત્રણ તરતા ટાપુઓનો સમાવેશ થશે.. દરેક ટાપુને લિલીપેડના આકારમાં તૈયાર કરવામાં આવશે, જેમાં પાંચ કિલોમીટરનો દરિયાકિનારો, ૨૪૨ હેક્ટરમાં પાર્ક હશે. દરેક ટાપુ પર ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ જેટલા લોકો રહી શકે. મોટા ભાગની ઇમારતો વાંસ અને સ્થાનિક રીતે મેળવેલાં લાકડાં તથા ગ્રીન કૉન્ક્રીટના મિશ્રણમાંથી બનાવવામાં આવશે.




બાયોડાઇવર્સિટીનું ધ્યેય ટાપુના સુંદર દરિયાકિનારા અને કુદરતી લૅન્ડસ્કેપને નુકસાન પહોંચાડ્યા વિના પેનાંગમાં પ્રવાસીઓ અને નોકરીઓ લાવીને આને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાનો છે. આ ટાપુના મધ્યમાં ૨૦૦ હેક્ટરનો ડિજિટલ પાર્ક હશે, જે મહેમાનોને ટેક્નૉલૉજી, રોબોટિક્સ અને વર્ચ્યુઅલ રિયલિટીની દુનિયામાં લઈ જશે. ડેન્માર્કની કંપની જપાનમાં પણ ભવિષ્યના શહેર માટેની યોજના પર કામ કરી રહી છે. આ યોજના ટૉયોટા સાથે ભાગીદારીમાં બનાવવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 11:22 AM IST | Kuala Lumpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK