વિડિયોમાં નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ આ બાળકની અણધારી શક્તિ નિહાળીને આશ્ચર્યમાં મુકાઈ જાય છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયાનાં કેટલાંક પ્લૅટફૉર્મ પર એક વિડિયો ફરી રહ્યો છે, જેમાં દર્શાવ્યા મુજબ ઑપરેશન થિયેટરના ટેબલ પર રાખેલી એક ટ્રે આ તાજા જન્મેલા બાળકે ઉપાડી લીધી છે. આ વિડિયો ફુટેજ એક અદ્ભુત ક્ષણની સાક્ષી પુરાવી રહ્યો છે, જેમાં નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ આ બાળકની અણધારી શક્તિ નિહાળીને આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આ દૃશ્ય બાળકના જન્મ પછીનો તરતનો છે, જ્યારે નર્સ તેને પગથી પકડી માથું નીચે રાખીને તેની શ્વસનપ્રક્રિયાને સરળ બનાવવાની તેની સ્ટાન્ડર્ડ પ્રોસેસને ફૉલો કરી રહી છે. નર્સ તેને ટેબલ પર રાખેલા સ્ટેનલેસ સ્ટીલની પ્લેટથી દૂર લઈ જાય છે ત્યારે તરત બાળક તેની અસામાન્ય શક્તિથી આ પ્લેટને જકડીને ઉપાડી લે છે.
ટ્વિટર પર શૅર કરવામાં આવેલા આ વિડિયો સાથે કૅપ્શનમાં 5G લૉન્ચ બૉય લખવામાં આવ્યું છે અને એ વિડિયોએ પાંચ લાખ વ્યુઝ મેળવ્યા છે અને ઘણી વખત એને શૅર પણ કરવામાં આવ્યો છે.

