મધ્ય પ્રદેશના ભીકનગામમાં સિંગાજી મંદિરમાં નવરાત્રિ દરમ્યાન ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મધ્ય પ્રદેશના ભીકનગામમાં સિંગાજી મંદિરમાં નવરાત્રિ દરમ્યાન ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. લોકો ગરબા ગાતા હતા અને એક પછી એક મહિલાઓ સ્ટેજ પર ગરબા લેતી હતી. આ કાર્યક્રમમાં ૧૯ વર્ષની સોનમ નામની યુવતી ટ્રેડિશનલ સાડી પહેરીને મા દુર્ગાની મૂર્તિ પાસે ગરબા રમી રહી હતી. સોનમને નાચતી જોઈને તેનો પતિ કૃષ્ણપાલ પણ ઊભો થઈને તેની સાથે જોડાયો હતો. જોકે નાચતાં-નાચતાં અચાનક જ સોનમ જમીન પર ઢળી પડી હતી. પતિ કંઈ સમજે અને તેને ઉઠાવે એ પહેલાં તો તેનું પ્રાણપંખેરું ઊડી ચૂક્યું હતું. સોનમે હજી મે મહિનામાં કૃષ્ણપાલ સાથે લગ્ન કર્યાં હતાં. શરૂઆતમાં સોનમ પડી ત્યારે લોકોને પહેલાં તો મજાક લાગી, પણ જ્યારે તે હલી જ નહીં ત્યારે તરત જ તેને ઊંચકીને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. યુગલ ગરબા રમી રહ્યું હતું ત્યારે એક સંબંધી વિડિયો ઉતારી રહ્યા હતા એટલે સોનમના મૃત્યુની ઘટના પણ એમાં ઝિલાઈ ગઈ હતી.


