દરેક ઘરમાં સાસુ-વહુનો કજિયો ન હોય તો જ નવાઈ. મોટા ભાગે સાસુ વહુને મહેણાંટોણા મારીને જ વાંક ગણાવતી હોય છે, પણ એક સાસુએ વહુને શ્રેષ્ઠ પત્ની બનવા માટેનું લિસ્ટ આપ્યું છે અને હવે એ લિસ્ટ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયું છે.
અજબગજબ
વહુને શ્રેષ્ઠ પત્ની બનવા માટેનું લિસ્ટ
દરેક ઘરમાં સાસુ-વહુનો કજિયો ન હોય તો જ નવાઈ. મોટા ભાગે સાસુ વહુને મહેણાંટોણા મારીને જ વાંક ગણાવતી હોય છે, પણ એક સાસુએ વહુને શ્રેષ્ઠ પત્ની બનવા માટેનું લિસ્ટ આપ્યું છે અને હવે એ લિસ્ટ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયું છે. યાદીનું શીર્ષક છે, ‘શ્રેષ્ઠ પત્ની બનવા માટે લિસાની દિનચર્યા’. આ યાદી પ્રમાણે સારી પત્ની બનવા માટે સવારે ૫ વાગ્યે ઊઠવું પડે અને નાસ્તો બનાવવો પડે. નાસ્તામાં પણ રોજ ઈંડાં, ટોસ્ટ, બેકન અને તાજી કૉફી હોવી જોઈએ. ૫.૩૦ વાગ્યા સુધીમાં તો ડાઇનિંગ ટેબલ પર નાસ્તો મુકાઈ જવો જોઈએ. પછી ૬થી ૭ સુધી જિમ જવાનું. સારી પત્નીએ સ્વસ્થ રહેવું જ પડે એટલે જિમ ન જવાનાં બહાનાં નહીં કાઢવાનાં. ૭.૩૦થી ૯.૩૦ સુધીમાં ઘરની સાફસાફાઈ કરવાની. એટલે કે આ બે કલાકમાં વૅક્યુમ ક્લીનર વાપરવાનું, ધૂળ ખંખેરવી, પોતાં કરવાનાં. કપડાં રોજ ધોવાનાં અને ૧૦ વાગ્યા સુધીમાં વાળીને મુકાઈ જવાં જોઈએ. સફાઈકામ પછી પતિ માટે રસોઈ બનાવવાની. રાતની રસોઈ પણ સાંજે ૬.૩૦ પહેલાં ટેબલ પર મુકાઈ જવી જોઈએ. રોજ ઘરે જ રસોઈ બનાવવાની, બહારનાં પાર્સલ નહીં લાવવાનાં. આ તો ઘર-પરિવાર સાચવવાની જ વાત છે. આ યાદીમાં એ સિવાય પણ અનેક કામો કરીને પત્ની શ્રેષ્ઠ પત્ની બની શકે છે.