દિલ્હીના અશોકનગરની બી-બ્લૉક સરકારી સ્કૂલના દસમા ધોરણમાં ભણતા ૩ વિદ્યાર્થીઓ ફેમસ થવા માટે સ્કૂલમાં ચપ્પુ અને પંચ લઈને ગયા હતા અને એમાં પોલીસના હાથે પકડાઈ ગયા.
સોશિયલ મીડિયા ફોટો
સૌકોઈને ફેમસ થવાની ઇચ્છા હોય પણ લોકો તમને કઈ રીતે યાદ રાખે એ નક્કી કરવું પડતું હોય છે. આજકાલ પ્રખ્યાત થવા માટે કેટલાય લોકો સોશ્યલ મીડિયામાં જાતજાતની રીલ અપલોડ કરતા હોય છે. દિલ્હીના અશોકનગરની બી-બ્લૉક સરકારી સ્કૂલના દસમા ધોરણમાં ભણતા ૩ વિદ્યાર્થીઓ ફેમસ થવા માટે સ્કૂલમાં ચપ્પુ અને પંચ લઈને ગયા હતા અને એમાં પોલીસના હાથે પકડાઈ ગયા. આ વિદ્યાર્થીઓ ક્લાસમાં પાછળ બેસીને હથિયાર બતાવતા હતા. એક વિદ્યાર્થીએ તો લોખંડનો પંચ પણ પહેર્યો હતો. વિદ્યાર્થીઓએ જાતે જ આ વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. શાળાના સંચાલકોએ તાત્કાલિક ત્રણેય વિદ્યાર્થીનાં નામ ઓછાં કરી નાખ્યાં હતાં, એટલું જ નહીં, પોલીસ પણ ત્યાં આવી પહોંચી અને ત્રણેયને પકડી લીધા. ત્રણેયના દફ્તરમાંથી ૮ ચપ્પુ અને લોખંડના ૩ પંચ જપ્ત કર્યાં છે. વિદ્યાર્થીઓને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરી બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયા છે.

