મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર ગામમાં એક મા તેના ૬ વર્ષના દીકરાના મોતના સમાચારનો આઘાત જીરવી શકી નહોતી
મા-દીકરો
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર ગામમાં એક મા તેના ૬ વર્ષના દીકરાના મોતના સમાચારનો આઘાત જીરવી શકી નહોતી. દીકરાની પાછળ ૧૦ જ મિનિટમાં તેનો જીવ પણ જતો રહ્યો હતો. દીકરાની તબિયત ખરાબ હતી એટલે તેને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે રસ્તામાં જ તે મૃત્યુ પામ્યો હતો. ઍમ્બ્યુલન્સમાં એ વખતે તેની મા પણ સાથે જ હતી. ઍમ્બ્યુલન્સના ડૉક્ટરોએ દીકરાને મૃત જાહેર કરતાં મા આઘાતમાં સરી પડી. તેને શ્વાસ ચડવા લાગ્યો અને લોકો તેને પાણી પીવડાવીને શાંત પાડે એ પહેલાં તો તેણે પણ પ્રાણ ત્યજી દીધાં હતાં.
