પીડિતનો આરોપ છે કે મહિલા અને તેના દીકરાએ તેને પહેલાં ઘરે બોલાવ્યો હતો અને રૂમમાં બંધ કરીને શારીરિક પ્રતાડિત કર્યો હતો
રિક્ષાચાલક સાથે અમાનવીય કૃત્ય કર્યું હોવાનો કિસ્સો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે
પંજાબના ફાલ્ઝિકા શહેરમાં એક મહિલાએ પોતાના દીકરા સાથે મળીને એક રિક્ષાચાલક સાથે અમાનવીય કૃત્ય કર્યું હોવાનો કિસ્સો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ચંદ્ર પ્રકાશ નામના ઑટો-ડ્રાઇવરને હાલમાં સારવારાર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પીડિતનો આરોપ છે કે મહિલા અને તેના દીકરાએ તેને પહેલાં ઘરે બોલાવ્યો હતો અને રૂમમાં બંધ કરીને શારીરિક પ્રતાડિત કર્યો હતો. મહિલાએ તેને પકડી રાખ્યો હતો અને દીકરાએ તેના પ્રાઇવેટ પાર્ટમાં લાકડાનું વેલણ ઘુસાડીને ઘુમાવ્યા કર્યું હતું. ચંદ્ર પ્રકાશ દરદથી ચિલ્લાતો રહ્યો, પણ મા-દીકરાએ આ હિંસા ચલાવ્યે રાખી અને એ ઘટનાનો સાડાઆઠ મિનિટનો વિડિયો પણ લીધો. સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાઇરલ થયો હતો. ઑટો-યુનિયનના અધ્યક્ષ અમરિક સિંહનું કહેવું છે કે ડ્રાઇવરને પેલી મહિલા સાથે લાંબા સમયથી દોસ્તી હતી.


