સોશ્યલ મીડિયા પર પ્રાણીઓના વિડિયો ખૂબ પસંદ કરાય છે
બંદર
સોશ્યલ મીડિયા પર પ્રાણીઓના વિડિયો ખૂબ પસંદ કરાય છે. માનવના મિત્ર હોય કે ન હોય, પણ પ્રાણીઓના વિડિયો માનવોને ખૂબ પસંદ પડે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક વાંદરાનો વિડિયો અપલોડ થયો છે, જેમાં તે એક બાઇક પર બેસીને બાઇકના અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહ્યો છે.
વિડિયોમાં બાઇક પર એનું હૅન્ડલ પકડીને વાંદરો બાઇક પર લાગેલા અરીસામાં પોતાનો ચહેરો જુએ છે. એને લાગે છે જાણે અરીસામાં બીજો કોઈ વાંદરો છો એમ વિચારીને એ પોતાનું માથું ખંજવાળે છે અને ફરી ગુસ્સા અને મૂંઝાયેલા ચહેરા સાથે અરીસામાં જુએ છે. નેટિઝન્સે આ વિડિયોને ખૂબ પસંદ કર્યો છે.