૧૯૬૦માં સ્થાપવામાં આવેલા આ મંદિરની વિશેષતા એ છે કે એ ફુજીવારા ઉનેમેનોસુકે માસાયુકીને સમર્પિત છે, જેમને જપાનના પહેલા હેરડ્રેસર ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમના સન્માનમાં જપાનભરના વાળંદો દર મહિનાની ૧૭ તારીખે દુકાનો બંધ રાખે છે.
જપાનના આ મંદિરમાં લોકો ટાલ ન પડે એવી પ્રાર્થના કરે છે
જપાનના ક્યોટોમાં ફેમસ અરાશિયામા બામ્બુ ફૉરેસ્ટની નજીક એક એવું મંદિર છે જ્યાં લોકો ભગવાન પાસે નોકરી, લગ્ન કે એક્ઝામમાં પાસ કરાવવા માટે નહીં પણ માથા પરથી વાળ ન ખરે એ માટે પ્રાર્થના કરવા જાય છે. ટાલ અને ખરતા વાળથી પરેશાન લોકો માટે તીર્થ સમાન આ મંદિરનું નામ મિકામી શ્રાઇન છે. અહીં ભક્તો પોતાના માથાના વાળના દીર્ઘાયુ માટે ભગવાનને ચિઠ્ઠી લખે છે, પૂજાવિધિ કરે છે અને એટલી જ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા માથામાં ટાલ ન પાડતા.
૧૯૬૦માં સ્થાપવામાં આવેલા આ મંદિરની વિશેષતા એ છે કે એ ફુજીવારા ઉનેમેનોસુકે માસાયુકીને સમર્પિત છે, જેમને જપાનના પહેલા હેરડ્રેસર ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમના સન્માનમાં જપાનભરના વાળંદો દર મહિનાની ૧૭ તારીખે દુકાનો બંધ રાખે છે.
ADVERTISEMENT
આ મંદિરમાં જપાનના લોકો પોતાના માથે ટાલ ન પડે એ માટે માનતા રાખે છે. વાળંદો, હેરસ્ટાઇલિસ્ટ અને બ્યુટિશ્યન્સ અહીં લાઇન લગાવે છે. કેટલાક લોકો એવી પ્રાર્થના કરે છે કે તેમના વાળ વધુ મજબૂત થાય તો કેટલાક સફેદ વાળથી છુટકારા માટે આ મંદિરના શરણે આવે છે. જપાનમાં નૅશનલ બાર્બર કે બ્યુટિશ્યન્સની એક્ઝામ માટે તૈયારી કરતા કૅન્ડિડેટ્સ તો ખાસ આ મંદિરમાં દર્શન કરવા આવે છે.