અમેરિકાના મૅસેચુસેટ્સની એક મહિલાએ ૧૬ લાખ રૂપિયાની લૉટરીની ટિકિટો પાછી આપી દીધી હતી, જે તેને આકસ્મિક રીતે ફેડેક્સ ડિલિવરી દ્વારા મળી હતી
Offbeat
ડૅનિયલ ઍલેક્ઝાન્ડ્રોવ
સામાન્ય રીતે લોકોને લૉટરી મળે તો જાણે ખજાનો મળ્યો હોય અને જો મળી જાય તો કોઈને કહેશે નહીં, ત્યારે એક અમેરિકન મહિલાએ તેને ફેડેક્સ દ્વારા ભૂલથી ડિલિવર કરાયેલી ૨૦,૦૦૦ ડૉલર (૧૬ લાખ રૂપિયા)ની લૉટરીની ટિકિટો પાછી આપી દીધી હતી. અમેરિકાના મૅસેચુસેટ્સની એક મહિલાએ ૧૬ લાખ રૂપિયાની લૉટરીની ટિકિટો પાછી આપી દીધી હતી, જે તેને આકસ્મિક રીતે ફેડેક્સ ડિલિવરી દ્વારા મળી હતી. પૂર્વ ફાલમાઉથ કેપ કોડની ડૅનિયલ ઍલેક્ઝાન્ડ્રોવ પોતાની ઑફિસનાં કેટલાંક પૅકેજ ખોલી રહી હતી ત્યારે તેને એક ટિકિટથી ભરેલું બૉક્સ જોવા મળ્યું હતું, જે મૂળ લાઇસન્સ ધરાવતી દારૂની દુકાન માટે હતું. એબીસી સંલગ્ન અને બૉસ્ટન-આધારિત ડબ્લ્યુસીવીબી અનુસાર કેપ કોડ કમ્યુનિટી કૉલેજમાં ૩૭ વર્ષનાં કોચ ઑફિસમાં પહોંચેલાં પૅકેટ તપાસી રહ્યાં હતાં ત્યારે તેમને એક ભારે વજનવાળું બૉક્સ મળી આવ્યું હતું. ઍલેક્ઝાન્ડ્રોવે જણાવ્યુ કે ‘મેં એને ખોલ્યું તો એ સ્ક્રૅચ ટિકિટનું બૉક્સ હતું અને હું વિચારી રહી હતી કે શું આ મજાક છે? જ્યાં સુધી મેં રિસીટ જોઈ નહીં ત્યાં સુધી મને વિશ્વાસ બેસતો નહોતો. એ ૨૦,૦૦૦ ડૉલર (૧૬ લાખ રૂપિયા)ની સ્ક્રૅચ ટિકિટ હતી, જે એક લિકર શૉપના નામની હતી અને ફેડેક્સ દ્વારા મને ભૂલથી ડિલિવર થઈ હતી. મેં વિચાર્યું કે શું થાય જો હું આ રાખી લઉં તો? રાતે હું ચેનથી સૂઈ શકીશ? પછી વિચાર્યું કે આ બૉક્સ ખરી રીતે તો મૂળ માલિકને પહોંચાડી દઉં.’