શા માટે લાલ લિપસ્ટિક લગાડી આ છોકરાએ?
તસવીર સૌજન્યઃ પુષ્પક સેનનું ફેસબુક અકાઉન્ટ
લાલ લિપસ્ટિક લગાડેલા આ છોકરાનો ફોટો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ તમે કારણ જાણશો તો તમે પણ આ છોકરાનો સપોર્ટ કરશો.
કોલકાતાનો નિવાસી પુષ્પક સેને ફેસબુકમાં આ ફોટો અપલોડ કરીને લિપસ્ટિક લગાડવા પાછળનું કારણ પણ આપ્યુ હતું. પોતાની 54 વર્ષની મમ્મીએ ફૅમિલી-ફંક્શનમાં લાલ લિપસ્ટિક લગાડી એ બદલ નજીકના સંબંધીઓ દ્વારા જ તેને જાહેરમાં ટોણાં મારવામાં આવ્યા હતા, તેમ જ ચારિત્ર્ય પર શંકા કરવામાં આવી હોવાથી પુષ્પકે જડબાતોડ જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
ઈન્ડિયન એક્સપ્રેસમાં આવેલા રિપોર્ટ મુજબ, પુષ્પક સેને પોતાની મમ્મી સાથે શું થયું અને એના જવાબરૂપે તેણે શું કર્યું એનું આખું વર્ણન ફેસબુક પર લખ્યું છે. મમ્મી સાથે જે બનાવ બન્યો એના બીજા જ દિવસે પુષ્પક સેને પોતાનો લાલ લિપસ્ટિક લગાડેલો ફોટો બધા સગાસંબંધિઓને મોકલીને લખ્યું કે, ગુડ મોર્નિંગ, ગેટ વેલ સુન.
પુષ્યકને આઘાત એ વાતનો લાગ્યો હતો કે કેટલાક સગાસંબંધિઓના બાળકો પોતાને સોશ્યલ મીડિયા પર મોડર્ન ગણાવે છે પરંતુ મમ્મી વિશે લોકો વાતો કરતા હતા ત્યારે કોઈ આગળ આવીને કઈ બોલ્યુ નહોતું. ડંખીલા સમાજને કારણે પોતાની ઈચ્છાઓ જેમણે દબાવી રાખવી પડે છે એવી તમામ માતાઓ, બહેનો, દીકરીઓ અને તમામ મહિલાઓના સપોર્ટમાં આવું કર્યું છે. પુરુષોને પણ હુ મેસેજ આપવા માગુ છુ કે તેમણે પોતાની નજીકની મહિલાઓના પડખે ઉભા રહે.