નીના ગુપ્તા ૬૬ વર્ષનાં છે છતાં તેઓ ઘણી વખત શૉર્ટ આઉટફિટ પહેરવાને કારણે ટ્રોલ થતાં રહે છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
નીના ગુપ્તા ૬૬ વર્ષનાં છે છતાં તેઓ ઘણી વખત શૉર્ટ આઉટફિટ પહેરવાને કારણે ટ્રોલ થતાં રહે છે. હાલમાં તેમણે ઍરપોર્ટ પર શૉર્ટ્સ પહેરવા બદલ ટ્રોલ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને ઈર્ષ્યાળુ કહીને તેની બોલતી બંધ કરી દીધી હતી.
તાજેતરમાં નીનાએ પોતાના સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેઓ શૉર્ટ્સ પહેરીને ઍરપોર્ટના વેઇટિંગ લાઉન્જ એરિયામાં બેઠાં હતાં. આ વિડિયોમાં તેમણે પોતાના ફૉલોઅર્સ સાથે સીધી વાત કરીને જણાવ્યું હતું કે ઍરપોર્ટ પર કેટલા કલાક રાહ જોવી પડે છે એનો અંદાજ નથી હોતો અને બહારનું ખાવાનું ખાવાથી દૂર રહું છે એટલે હું બૅગમાં ટિફિન-બૉક્સ લઈને જાઉં છું. આ વિડિયોમાં ઘણા બધા લોકોએ તેમને શૉર્ટ્સ પહેરવા બદલ ટ્રોલ કરીને વિચિત્ર કમેન્ટ કરી હતી. નીનાએ કમેન્ટ-સેક્શનમાં ટ્રોલર્સને સીધો જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે ‘ચિંતા ન કરો. જે લોકો આવી વાતો કરે છે તેઓ વાસ્તવમાં ઈર્ષ્યાળુ હોય છે, કારણ કે તેમનું શરીર આટલું સારું નથી એથી તેમને અવગણો.’


