દરેક ૧૦૦૦ વાળની ગણતરી પૂરી થતાં તે પ્લેટમાં એક પથ્થર મૂકતો હતો. લગાતાર પાંચ દિવસ સુધી ભાઈસાહેબ વાળ ગણતા રહ્યા હતા.
કન્ટ્રીમૅન નામના એક માણસનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો
કન્ટ્રીમૅન નામના એક માણસનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તેણે પોતાના માથા પર કેટલા વાળ છે એ ગણી નાખ્યા હોવાનો દાવો કર્યો છે. દરેક વાળ ગણી શકાય એ માટે તેણે પહેલાં તો પોતાના વાળ ભીના કર્યા અને પછી ટ્રિમર લઈને માથું મૂંડાવી નાખ્યું. એ વખતે માથાનો પ્રત્યેક વાળ તેણે નીચે એકઠો કર્યો હતો અને પછી એક-એક કરીને વાળ ગણવા બેસી ગયો હતો. દરેક ૧૦૦૦ વાળની ગણતરી પૂરી થતાં તે પ્લેટમાં એક પથ્થર મૂકતો હતો. લગાતાર પાંચ દિવસ સુધી ભાઈસાહેબ વાળ ગણતા રહ્યા હતા.
વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ દર્જ કરાવવાના હેતુથી તેણે પહેલાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સનો સંપર્ક કર્યો હતો, પણ કન્ટ્રીમૅનનું કહેવું છે કે એ લોકોએ પૈસાની માગણી કરી હતી એટલે તેણે વાત પડતી મૂકી. પાંચ દિવસના અંતે તેની પાસે ૯૧ પથ્થર એકઠા થયા હતા. સચોટ ગણતરી કરીને તેણે જાહેર કર્યું હતું કે ૯૧,૩૦૦ વાળ તેના માથામાં હતા.
ADVERTISEMENT
આ માણસે કેમ પોતાના માથાના વાળ ગણવા હતા એનું પ્રયોજન જાહેર નથી થયું.

