આ વ્યક્તિએ સોશ્યલ મીડિયા દ્વારા પણ બ્રૅડને શોધવાનો પ્રયત્ન કર્યો અને એ પાછું ન મળે ત્યાં સુધી સ્પેનમાં જ રોકાયો.
સ્પેનની ટ્રિપમાં ટેડી બેઅર ખોવાઈ ગયું તો ૪૪,૬૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું
ઘણા લોકોને બાળપણની વસ્તુ સાથે એટલો લગાવ હોય છે કે તેઓ મોટા થયા બાદ પણ એને સાથે જ રાખે છે. તેમની ખુશી, લક કે કમ્ફર્ટ એ વસ્તુ સાથે જોડાયેલાં હોય છે. ચીનમાં ૨૦ વર્ષના એક યુવકને આવી જ લાગણી તેના સૉફ્ટ-ટૉય બ્રૅડ (ટેડી બેઅર) માટે છે. આ યુવક પાસે સ્લૉથ ઍનિમલ થીમવાળું એક સૉફ્ટ-ટૉય છે અને તે જ્યાં પણ જાય પોતાના ક્યુટ ટેડી બેઅરને સાથે જ લઈ જાય છે. તાજેતરમાં આ યુવક સ્પેનની ટ્રિપ પર બ્રૅડને સાથે લઈ ગયો હતો. જોકે મેટ્રોમાં સફર કરતી વખતે બ્રૅડ તેનાથી જુદું પડી ગયું. પોતાનું સૉફ્ટ-ટૉય ન મળતાં આ યુવક એટલો દુખી થઈ ગયો કે તેણે બ્રૅડનું મિસિંગ-પોસ્ટર બનાવડાવ્યું અને એને પાછું કરનાર વ્યક્તિને ૫૦૦ યુરો (૪૪,૬૩૭ રૂપિયા)નું ઇનામ આપવાની જાહેરાત કરી.
આ વ્યક્તિએ સોશ્યલ મીડિયા દ્વારા પણ બ્રૅડને શોધવાનો પ્રયત્ન કર્યો અને એ પાછું ન મળે ત્યાં સુધી સ્પેનમાં જ રોકાયો. થોડા દિવસો બાદ મેટ્રો સ્ટેશન પર કામ કરતા એક સફાઈ-કામદારને બ્રૅડ દેખાતાં તેણે ચાઇનીઝ યુવક સાથે બ્રૅડનો ભેટો કરાવ્યો હતો. બ્રૅડને જોઈને રડી પડેલા યુવકે કહ્યું હતું કે ‘કોઈએ બ્રૅડને મની-પર્સ સમજીને ચોરી લીધું હશે. લોકો નહીં સમજે પણ મારા માટે બ્રૅડ મારી નોકરી, ડિગ્રી અને અન્ય વસ્તુઓ કરતાં પણ કીમતી છે.’


