તમામ સ્પર્ધકોને દર ૮ કલાકે ૧૦ મિનિટ માટે ટૉઇલેટ જવા દેવાશે
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રશિયાને અડીને આવેલા મૉન્ટેનેગ્રો નામના દેશમાં ‘સૌથી આળસુ’ (લેઝિએસ્ટ સિટિઝન)નો દરજજો મેળવવા વાર્ષિક સ્પર્ધામાં ૭ આળસુ લોકો ભાગ લઈ રહ્યા છે, જેમાં સ્પર્ધકોએ ૨૪ કલાક સૂતા જ રહેવાનું છે. એક જ નિયમ છે કે ઊભા રહેવું કે બેસવું એ નિયમ વિરુદ્ધ હશે અને તો તરત સ્પર્ધામાંથી બાકાત થઈ જશે, પણ તમામ સ્પર્ધકોને દર ૮ કલાકે ૧૦ મિનિટ માટે ટૉઇલેટ જવા દેવાશે. ૨૦૨૧ના વિજેતા ડુબ્રાવ્કા આક્સિસ જણાવે છે કે ‘બધા સારા છે, કોઈને સ્વાસ્થ્યની સમસ્યા નથી. તેઓ અમને તમામ મદદ કરે છે, બસ અમારે આરામ કરતા રહેવાનું છે.’ આ સ્પર્ધામાં ગયા વર્ષે ૧૧૭ કલાકનો રેકૉર્ડ બન્યો હતો. આ વર્ષે ૨૦ દિવસ થઈ ગયા છતાં તમામ સ્પર્ધકો વધુ આગળ ટકી રહેવા માગે છે. રિસૉર્ટના માલિક અને આયોજક રડોન્જા બ્લાગોજેવિક જણાવે છે કે ‘૧૨ વર્ષ પહેલાં સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી, જે લોકોમાં ચાલી આવતી માન્યતાની મજાક ઉડાવવા માટે હતી, એ પ્રમાણે મોન્ટેનેગ્રોના લોકોને આળસુ ગણવામાં આવે છે.