ડ્રેસ જેટલો નાજુક હતો એટલો જ સ્ટાઇલિશ પણ હતો. ફૅશનની દુનિયામાં આને અનોખું આર્ટપીસ કહેવાય છે.
કાયલી જેનર
અમેરિકાની સોશ્યલાઇટ અને બિઝનેસવુમન કાયલી જેનર થોડા દિવસ પહેલાં પૅરિસ ફૅશન વીકમાં એક ખાસ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે પહેરેલો એકદમ સફેદ ડ્રેસ ખાસ હતો, કેમ કે એ કપડાંમાંથી નહીં પણ કાગળમાંથી બનેલો હતો. જાણીતા ફૅશન હાઉસ મેસન માર્જિએલાના શોમાં તેણે આ ડ્રેસ પહેર્યો હતો. કાગળમાંથી બનેલો આ ડ્રેસ એટલો ચસોચસ શરીર સાથે ચોંટેલો હતો કે જો સહેજ ખેંચાય તો ફાટી જઈ શકે એવો હતો. જોકે ડ્રેસ જેટલો નાજુક હતો એટલો જ સ્ટાઇલિશ પણ હતો. ફૅશનની દુનિયામાં આને અનોખું આર્ટપીસ કહેવાય છે.


