ગયા અઠવાડિયે ડમ્પી નામનો પડોશી તેમના ડૉગીને પકડવાના ઇરાદે ઘરમાં ઘૂસી આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક જજસાહેબનો ડૉગી ગુમ થઈ જતાં પોલીસ વિભાગમાં દોડાદોડી થઈ ગઈ છે. આ જજને લખનઉમાં પોસ્ટિંગ મળી છે અને તેમનો પરિવાર બરેલીમાં રહે છે. ગયા અઠવાડિયે ડમ્પી નામનો પડોશી તેમના ડૉગીને પકડવાના ઇરાદે ઘરમાં ઘૂસી આવ્યો હતો. ડમ્પીને ડૉગી પ્રત્યે ભારે ગુસ્સો હતો, કેમ કે તેણે તેની પત્નીને બચકું ભર્યું હતું. જ્યારે જજની પત્ની અને બે દીકરીઓએ વિરોધ કર્યો તો ડમ્પીએ ગાળાગાળી કરી હતી. એ પછી ડમ્પીએ તેના મિત્રોને બોલાવ્યા અને બળજબરી ડૉગીને પકડીને ફરાર થઈ ગયા.
લખનઉમાં બેઠેલા જજને આ વિવાદની જાણ થતાં જ તેમણે ડમ્પીને ફોન લગાવ્યો, પણ તેણે ફોન ઉપાડવાને બદલે વૉટ્સઍપ પર અપશબ્દો કહીને ધમકી આપી. જજની સામે થનારા ડમ્પી અહમદ સહિત ૧૪ લોકો સામે પોલીસે સર્ચ-ઑપરેશન હાથ ધર્યું છે. જજને એવી શંકા છે કે ડમ્પીએ તેના ડૉગીને પતાવી નાખ્યો છે. હવે આ જજનો ડૉગી નહીં મળે તો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

