જાણવા મળ્યું છે કે ઘોડાઓએ કોઈ તોફાન નહોતું કર્યું, પરંતુ આવી લાપરવાહી કેમ થઈ એનો જવાબ રેલવે હૉસ્પિટલના સંચાલકો પાસેથી માગવામાં આવ્યો છે.
ઝાંસીની હૉસ્પિટલમાં ઘોડા ફરતા જોવા મળ્યા
ઉત્તર પ્રદેશની હૉસ્પિટલોમાં આ પહેલાં રખડુ કૂતરાઓ ઘૂસીને ધમાલ મચાવતા હોય એવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે, પણ આ વખતે તો હૉસ્પિટલમાં ઘોડા ઘૂસી ગયા હતા. ગયા અઠવાડિયે વીક-એન્ડ દરમ્યાન ઝાંસીની રેલવે હૉસ્પિટલમાં અચાનક જ બે પુખ્ત ઘોડા બિન્દાસ ફરતા જોવા મળ્યા હતા. એમને રોકવાવાળું પણ કોઈ નહોતું. ઘોડાઓ ભલે શાંત હતા, પરંતુ અચાનક જ અંદર આવી ગયા હોવાથી દરદીઓ ગભરાઈ ગયા હતા. રોહિત નામના એક યુવકે આ ઘટનાનો વિડિયો લઈને સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો અને પછી ફરિયાદ કરી હતી. જાણવા મળ્યું છે કે ઘોડાઓએ કોઈ તોફાન નહોતું કર્યું, પરંતુ આવી લાપરવાહી કેમ થઈ એનો જવાબ રેલવે હૉસ્પિટલના સંચાલકો પાસેથી માગવામાં આવ્યો છે.


