Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જપાનની રેસ્ટોરાંના ટેબલ પર જીવતા સાપ સાથે જમવાનું પિરસાય છે

જપાનની રેસ્ટોરાંના ટેબલ પર જીવતા સાપ સાથે જમવાનું પિરસાય છે

Published : 10 July, 2026 10:54 AM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનમાં એક અલગ જ થ્રિલ અને ઍડવેન્ચર કરાવે એવી રેસ્ટોરાં છે જેમાં તમને બે પ્રકારનાં મેનુ આપવામાં આવે છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


મોટા ભાગની રેસ્ટોરાં પેટની ભૂખ સંતોષવા માટે હોય છે, પરંતુ કેટલીક એવી રેસ્ટોરાંઓ પણ છે જે ફૂડ કરતાં વધુ એક્સ્પીરિયન્સને વધુ મહત્ત્વ આપે છે. ક્યાંક અંધારામાં ખાવાનું પિરસાય છે, ક્યાંક રોબો દ્વારા સર્વ થાય છે તો ક્યાંક ટૉઇલેટના કમોડ જેવી ચૅર પર અને કમોડ જેવા વાસણમાં ખાવાનું સર્વ થાય છે. જોકે જપાનમાં એક અલગ જ થ્રિલ અને ઍડવેન્ચર કરાવે એવી રેસ્ટોરાં છે જેમાં તમને બે પ્રકારનાં મેનુ આપવામાં આવે છે. એકમાં તમને ખાવાની વાનગીઓના ઑપ્શન્સ મળે છે અને બીજામાં તમે કોની સાથે ખાશો એના વિકલ્પો. આ કમ્પૅનિયનના વિકલ્પોમાં વિવિધ પ્રકારના સાપ હોય છે. તમને ફૂડ સર્વ કરવાની સાથે તમે પસંદ કરેલી પ્રજાતિનો સાપ કે અજગર પણ તમારા ટેબલ પર મૂકી દેવામાં આવે. આ સાપ કે અજગર અસલી હોય છે. તમે ખાતા હો ત્યારે તમારા ટેબલ પર ફરતાં-ફરતાં એ સાપ તમારા હાથ, પગ કે ખોળામાં પણ ચડી જઈ શકે. જીવતા સાપ સાથે ખાવાની થ્રિલ આપતી આ રેસ્ટોરાંમાં લોકો ખાવા માટે ઓછું પણ સાપને રમાડવા અને સાપ સાથે જમવાની થ્રિલ લેવા માટે આવે છે. આ સાપોનાં દાંત અને ઝેર કાઢી નાખેલાં હોય છે એટલે એ તમને બટકું ભરે કે ડસે એવી સંભાવના નથી હોતી. એમ છતાં જો ખૂબ ડર લાગતો હોય તો એ સાપને તમે કાચના બૉક્સમાં ટેબલ પર મૂકીને જમવાનો ઑપ્શન પણ પસંદ કરી શકો છો. 


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 10:54 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK