Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: પ્રાણ જાએ પર કાર ન જાએ

ન્યૂઝ શોર્ટમાં: પ્રાણ જાએ પર કાર ન જાએ

Published : 10 July, 2026 07:47 AM | Modified : 10 July, 2026 11:08 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૂરના પાણીમાં ડૂબતી કારને પકડીને છાતી સુધીના પાણીમાં ઊભો રહ્યો પુણેકર

ડૂબતી કારને બચાવવાનો પ્રયત્ન કરતો પુણેનો રહેવાસી.

ડૂબતી કારને બચાવવાનો પ્રયત્ન કરતો પુણેનો રહેવાસી.


પુણેમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો હોવાથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે. એવામાં એક વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. આ વિડિયોમાં એક માણસ તેની બ્લુ કલરની અને અડધોઅડધ પાણીમાં ગરકાવ થઈ ગયેલી કારને હાથથી પકડીને આખી ડૂબતી બચાવવાનો પ્રયાસ કરતો દેખાય છે. પૂરનું પાણી સતત વધી રહ્યું હોવા છતાં તે માણસ તેની કારને પાછળના ભાગથી પકડી રાખે છે અને જ્યાં સુધી કારને પાણીમાંથી બહાર કાઢવા માટે JCB નથી આવતું ત્યાં સુધી એને પકડી રાખે છે. જોકે પછીથી કાર અને એના માલિક બન્નેને પાણીમાંથી સુખરૂપ બહાર કાઢવામાં આવ્યાં હતાં.

વાડામાં શૉર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ગૅસ-સિલિન્ડર ફાટ્યું, બે જણ દાઝ્યા



પાલઘરના વાડામાં શૉર્ટ સર્કિટને કારણે ગઈ કાલે આગ ફાટી નીકળી હતી. એ આગની ઝપટમાં ગૅસનું સિલિન્ડર આવી જતાં બ્લાસ્ટ થયો હતો. વાડા પોલીસ-સ્ટેશનના દત્તાત્રેય કિન્દ્રેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘરના લોકો જ ઇલેક્ટ્રિકનું કોઈ કામ કરતા હતા એ દરમ્યાન શૉર્ટ સર્કિટ થયું હતું. ત્યાર બાદ ગૅસના સિલિન્ડરે આગ પકડી લેતાં સિલિન્ડર ફાટ્યું હતું. જૂના જમાનાના બેઠા ઘાટના નળિયાવાળા ઘરમાં દુર્ઘટના બનતાં બાજુના ઘરમાં પણ આગ લાગી હતી. આગમાં બે જણ દાઝી ગયા હતા અને સિલિન્ડર-બ્લાસ્ટને કારણે ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.


શિર્ડીના સાંઈબાબાનાં દર્શનનો VIP પાસ ૧૦૦ રૂપિયા મોંઘો થયો

શિર્ડીના શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટે સાંઈબાબાનાં દર્શન માટે આપવામાં આવતા VIP પાસની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. પહેલાં એ માટે ૨૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા, પણ હવે ૩૦૦ રૂપિયા ચૂકવવા પડશે. સંસ્થાન દ્વારા સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ અલગ-અલગ સ્લૉટમાં VIP દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  


ચીનની શૂઝ ફેક્ટરીમાં ભીષણ આગ, ૨૮ લોકોનાં થયાં મોત

ચીનના પૂર્વીય ફુજિયાન પ્રાંતના જિનજિયાંગ શહેરમાં આવેલી એક ફુટવેઅર ફૅક્ટરીમાં ગુરુવારે બપોરે આશરે ૧૨.૦૪ વાગ્યે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મોટો નરસંહાર સર્જાયો છે. સરકારી મીડિયાના અહેવાલો અનુસાર આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં ૨૮ લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે મોતનો આંકડો ખૂબ જ ઊંચો જવાની શક્યતા છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આગ લાગી જતાં સેંકડો લોકો બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા. 

રિક્ષામાં ખાધો ગળાફાંસો, ઘાટકોપરમાં આત્મહત્યાની વિચિત્ર ઘટના

ઘાટકોપર-વેસ્ટમાં રિક્ષામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવી હતી. પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનની હદમાં બનેલી આ ઘટના આત્મહત્યા હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે જણાવ્યા અનુસાર મરનારનું નામ અદનાન વલીઅપ્પા છે અને તેની ઉંમર ૩૫ વર્ષની છે. પ્રાથમિક દૃષ્ટિએ અદનાને આત્મહત્યા કરી હોવાનું જણાય છે. જોકે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને શું ખરેખર આત્મહત્યાનો જ કેસ છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે અદનાન છેલ્લા ઘણા સમયથી પોતાના કુટુંબથી જુદો રહેતો હતો અને દારૂનો બંધાણી બની ગયો હતો. આ પહેલાં પણ તે આત્મહત્યા કરવાની વાત કરી ચૂક્યો હતો.

કેટલું કામ કરીશું? શિક્ષકોનું આઝાદ મેદાનમાં આંદોલન

સરકારે શિક્ષકોને મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા માટે બૂથ લેવલ ઑફિસર (BLO) તરીકેની તથા અન્ય કામગીરી સોંપતાં મુંબઈના હજારો શિક્ષકોએ ગુરુવારે સવારે આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. SIR ડ્યુટીને કારણે કામનો બોજ અતિશય બધી જશે અને એને કારણે બાળકોના શિક્ષણ પર પણ અસર થશે એવું કારણ આપીને તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 11:08 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK