પર્પલ રંગનાં ઈંડાંને વરાળમાં બાફવાથી એમાં રહેલું સલ્ફર કાળા રંગનું થઈ જતું હોવાથી એને બ્લૅક એગ્સ પણ કહેવાય છે
આ ઈંડાં ફોડતાં જ એમાંથી તીવ્ર ગંધ આવે છે
સોશ્યલ મીડિયામાં એક ખાસ પ્રકારનાં પર્પલ ઈંડાં ખૂબ ચર્ચામાં છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ ઈંડાં ખાવાથી ખાનારની ઉંમર ૭ વર્ષ જેટલી વધી જાય છે. અલબત્ત, વૈજ્ઞાનિક રીતે આવો કોઈ દાવો સાબિત થયો નથી. જપાનના ઓવાકુદાની વિસ્તારમાં જ મળતાં આ ઈંડાંની ખાસિયત દુનિયાભરમાં ચર્ચાઈ રહી છે. ઓવાકુદાની વિસ્તાર સલ્ફરની ખાણો અને હૉટ સ્પ્રિંગ્સ માટે જાણીતો છે. આ ઈંડાંમાં સલ્ફરની એટલી તીવ્ર ગંધ આવે છે કે એ ખાવાની હિંમત કરવા માટે પણ જિગર જોઈએ. પર્પલ રંગનાં ઈંડાંને વરાળમાં બાફવાથી એમાં રહેલું સલ્ફર કાળા રંગનું થઈ જતું હોવાથી એને બ્લૅક એગ્સ પણ કહેવાય છે. આ ઈંડાં ફોડતાં જ એમાંથી તીવ્ર ગંધ આવે છે, પરંતુ એનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. એમાં ઍન્ટિ-એજિંગ ગુણો હોવાથી આ ઈંડાંના સેવનથી ઉંમર ૭ વર્ષ વધી જાય છે એવી માન્યતા છે. આ ઈંડાં ૪૦૦થી પ૦૦ રૂપિયામાં મળી જાય છે.
