તેમણે કહ્યું હતું જે વ્યક્તિ સૌથી વધુ આખલાઓને પોતાના વશમાં કરશે તેને પશુપાલન વિભાગમાં સરકારી નોકરી આપવામાં આવશે
એમ. કે. સ્ટૅલિન
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને મદુરાઈના અલંગનાલ્લુરમાં જલીકટ્ટુની રમત દરમ્યાન એક અનોખી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું જે વ્યક્તિ સૌથી વધુ આખલાઓને પોતાના વશમાં કરશે તેને પશુપાલન વિભાગમાં સરકારી નોકરી આપવામાં આવશે. બુલ ટેમર એટલે કે આખલાને નાથનાર વ્યક્તિના ભણતર અને કાબેલિયત મુજબ સરકારી પદ પર નોકરી આપવાની જાહેરાત મુખ્ય પ્રધાને કરતાં અનેક જુવાનિયાઓ આ સ્પર્ધા જીતવા તલપાપડ થયા હતા. જલીકટ્ટુમાં જલીનો મતલબ સોના-ચાંદીના સિક્કા અને કટ્ટુનો મતલબ થાય છે બંધાયેલા. જૂના સમયમાં આખલાનાં શિંગડાં પર સિક્કા બાંધવામાં આવતા હતા. એ આખલાઓને ભીડમાં છોડી દેવામાં આવતા અને ખેલાડીએ એને પકડીને કાબૂમાં કરવાનો રહે છે. જે આખલો જીતે છે એની બજારમાં કિંમત વધી જાય છે.


