Italy Private Plane Crash: ઇટાલીમાંથી એક વિમાન દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જે સાંભળીને તમે ચોંકી જશો. ઇટાલીમાં એક પ્રયવેટ વિમાન ક્રૅશ થયું છે. આ વિમાન એક બીઝી હાઇવે પર એવી રીતે પડ્યું જેમ કાપેલી પતંગ પડે છે. જુઓ ક્રૅશનો વીડિયો...
ઇટાલી પ્લેન ક્રૅશ (તસવીર સૌજન્ય: મિડ-ડે)
ઇટાલીમાંથી એક વિમાન દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જે સાંભળીને તમે ચોંકી જશો. ઇટાલીમાં એક પ્રયવેટ વિમાન ક્રૅશ થયું છે. આ વિમાન એક બીઝી હાઇવે પર એવી રીતે પડ્યું જેમ કાપેલી પતંગ પડે છે. મંગળવારે આ હળવું વિમાન પડતાની સાથે જ તે તરત જ આગના ગોળામાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટનામાં 75 વર્ષીય પાઇલટ અને 60 વર્ષીય મુસાફરનું મોત નીપજ્યું.
અકસ્માતમાં પસાર થતા લોકો ઘાયલ
વિમાન હાઇવે પર પસાર થતા વાહનો વચ્ચે પડી ગયું હતું પરંતુ સદનસીબે આ અકસ્માતમાં અન્ય કોઈનું મોત થયું ન હતું. અહેવાલ મુજબ, અકસ્માતમાં ત્યાંથી પસાર થઈ રહેલા બે ડ્રાઇવર ઘાયલ થયા હતા. બંનેને કોઈ ગંભીર ઇજાઓ થઈ નહોતી અને તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઇટાલીના નેશનલ બ્રૉડકાસ્ટર RAI અનુસાર, આ ઘટના બ્રેસિયા પ્રાંતમાં બની હતી. નેક્સ્ટાનાઅહેવાલ મુજબ, મૃતકોમાં 75 વર્ષીય પુરુષ અને 60 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
હત્યાનો કેસ નોંધવામાં આવ્યો
ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી. આ દુ:ખદ ઘટનાનું કારણ શોધવા માટે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. જિયોર્નેલ ડી બ્રેસિયાના જણાવ્યા અનુસાર, નેશનલ ફ્લાઇટ એજન્સીના એક સલાહકાર બ્રેસિયા પહોંચશે. ઘટના બાદ બ્રેસિયાના સરકારી વકીલની ઑફિસ દ્વારા ગુનાહિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
View this post on Instagram
આ વિમાન દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થતા વાહનો પણ ટકરાયા હતા, અહેવાલ અનુસાર બે અન્ય લોકો ઘાયલ થયા છે. તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તેઓ હવે ખતરાથી બહાર છે. જો કે, અધિકારીઓએ હજી સુધી પુષ્ટિ કરી નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના કારણો શોધવામાં આવી રહ્યા છે.
ઘટના બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં આખો કાટમાળ બળીને રાખ થઈ ગયો હતો. ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો અને અસરગ્રસ્ત વાહનોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં પણ વાયુસેનાનું વિમાન ક્રૅશ થયું હતું
અગાઉ, બાંગ્લાદેશમાં એક શાળા કેમ્પસમાં F-7 BGI આર્મી પ્લેન ક્રૅશ થયું હતું. આ ઘટનામાં 17 બાળકો, એક પાઇલટ અને એક શિક્ષક સહિત ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. હવે શાળા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ વળતર માટે વિરોધ કરી રહ્યા છે.
અમદાવાદ ઍર ઇન્ડિયા વિમાન અકસ્માત
તાજેતરની ઘટનાઓમાં, અમદાવાદમાં ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સૌથી ભયાનક હતી. અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ, વિમાન મેડિકલ કૉલેજની ઇમારત સાથે અથડાયું. આ ઘટનામાં 260 લોકો માર્યા ગયા. આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું.
ઇટલીમાં વ્યસ્ત હાઇવે પર પ્લેન તૂટી પડ્યું, બેનાં મૃત્યુ
બુધવારે નૉર્ધર્ન ઇટલીમાં બ્રેસિયા નજીક A21 કોર્ડામોલ-ઓસ્પિટેલ હાઇવે પર એક નાનું વિમાન એકાએક તૂટી પડ્યું હતું. આ ઘટના હાઇવેના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં રેકૉર્ડ થઈ હતી અને એ વિડિયો વાઇરલ થયો છે. વિમાન રસ્તા પર નીચે પટકાય છે અને બીજી જ ક્ષણે એક વિશાળ અગ્નિગોળો ફાટી નીકળે છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ૭૫ વર્ષના વકીલ સર્ગિયો રાવાગ્લિયા અને તેમનાં પંચાવન વર્ષનાં પત્ની અન્ના મારિયા ડી સ્ટેફાનોનાં મૃત્યુ થયાં હતા. વિમાને થોડી વાર પહેલાં જ ઉડાન ભરી હતી અને પછી એ નિયંત્રણ બહાર થતાં વ્યસ્ત હાઇવે પર તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં બે કારમાં આગ લાગી હતી. એક ડ્રાઇવરને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બીજી કારના ડ્રાઇવરને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી. એક કાર વિસ્ફોટથી બચી ગઈ હતી, જ્યારે બીજી કાર કાટમાળથી થોડા મીટર દૂર ઊભી રહી ગઈ હતી.


