પોતાની ભારતીય પત્ની સાથે ભારતભ્રમણ કરવા નીકળેલા એક ઇટાલિયન માણસના વિડિયોએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. ડારિયો નામનો આ માણસ તેની પત્ની સાથે બજારમાં શૉપિંગ કરવા નીકળ્યો હતો.
ઇટાલિયન માણસે ‘ૐ’ને ૩૦ સમજી લીધો, ભારતીય પત્નીએ બજારમાં તેની ભૂલ સુધારી
પોતાની ભારતીય પત્ની સાથે ભારતભ્રમણ કરવા નીકળેલા એક ઇટાલિયન માણસના વિડિયોએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. ડારિયો નામનો આ માણસ તેની પત્ની સાથે બજારમાં શૉપિંગ કરવા નીકળ્યો હતો. એ દરમ્યાન તે એક દુકાનમાં ‘ૐ’ લખેલા આર્ટપીસને ‘૩૦’ કહીને સંબોધે છે. ઓમના પ્રતીકથી અજાણ આ વ્યક્તિને એમ કે આ ૩૦ લખેલું છે એટલે તે પોતાની વાઇફને કહે છે કે જો, અહીં ઘણા બધા ૩૦ છે. આ મોમેન્ટ તેની પત્નીએ કૅમેરામાં રેકૉર્ડ કરી લીધી હતી અને કહ્યું હતું કે મારો ઇટાલિયન પતિ મારા માટે ભારતીય ‘૩૦’ ખરીદવા માગે છે.
જોકે મહિલાએ પાછળથી તેને સમજાવેલું કે આ ધાર્મિક પ્રતીક ૐ છે. ત્યાર બાદ ડારિયો પોતાની ભૂલ સુધારીને લોકોને કહે છે કે આ ઓમ છે. આ વિડિયો પર એક વ્યક્તિએ ઇટાલિયન વ્યક્તિની નિખાલસતા જોઈને કમેન્ટ કરી હતી કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ ૩૦ દેખાય છે. તો કેટલાક યુઝર્સે તેને ૐ શબ્દનું અપમાન ગણાવ્યું હતું.


