Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ૧૦૦૦ યુગલોનાં સામૂહિક લગ્નઃ લશ્કરી જીપ અને આર્મીનાં વાહનોમાં નીકળી બારાત

યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ૧૦૦૦ યુગલોનાં સામૂહિક લગ્નઃ લશ્કરી જીપ અને આર્મીનાં વાહનોમાં નીકળી બારાત

Published : 21 May, 2026 10:34 AM | IST | Tehran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તનાવ વચ્ચે તેહરાનની સડકો પર આ પ્રકારે લશ્કરી વાહનોમાં વર-વધૂની સવારી નીકળતાં આ ઘટના આખા વિશ્વમાં ભારે ચર્ચા જગાવી રહી છે. 

લગ્નસમારોહ

અજબ ગજબ

લગ્નસમારોહ


ઈરાનની રાજધાની તેહરાનમાં એક અભૂતપૂર્વ અને ચર્ચાસ્પદ સામૂહિક લગ્નસમારોહનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આશરે ૧૦૦૦ જેટલાં યુગલોએ એકસાથે લગ્ન કર્યાં હતાં જેને ઈરાન સરકારે ‘જાન-ફદા’ અભિયાન નામ આપ્યું હતું. આ લગ્નસમારોહની સૌથી ખાસ અને આકર્ષક બાબત એ હતી કે આમાં પરંપરાગત વૈભવી કારોને બદલે મિલિટરી વાહનોનો વેડિંગ કાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અનોખાં લગ્નમાં સેનાની જીપ અને આર્મીનાં વાહનોને ગુલાબી રંગના ફુગ્ગાઓ અને રંગબેરંગી ફૂલોની માળાઓથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં નવદંપતીઓ આ શણગારેલી લશ્કરી જીપોમાં સવાર થઈને જતાં જોવા મળી રહ્યાં છે. મિલિટરી કાફલાનો આવો રોમૅન્ટિક અને મંગલમય ઉપયોગ જોઈને ઇન્ટરનેટ યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તનાવ વચ્ચે તેહરાનની સડકો પર આ પ્રકારે લશ્કરી વાહનોમાં વર-વધૂની સવારી નીકળતાં આ ઘટના આખા વિશ્વમાં ભારે ચર્ચા જગાવી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 10:34 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK