Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોઈ સગાંસંબંધી કે દોસ્તો વિના દુલ્હાએ એકલો જ વરઘોડો કાઢ્યો

કોઈ સગાંસંબંધી કે દોસ્તો વિના દુલ્હાએ એકલો જ વરઘોડો કાઢ્યો

Published : 27 July, 2026 07:53 PM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ઇન્દોરના રાજમોહલ્લા ચાર રસ્તા પર ભારે વરસાદની વચ્ચે એક દુલ્હો ઘોડી પર એકલો પસાર થઈ રહ્યો હતો. તેની આજુબાજુમાં માત્ર ૪ લોકો હતા, પરંતુ એય અજનબી હતા.

કોઈ સગાંસંબંધી કે દોસ્તો વિના દુલ્હાએ એકલો જ વરઘોડો કાઢ્યો

અજબ ગજબ

કોઈ સગાંસંબંધી કે દોસ્તો વિના દુલ્હાએ એકલો જ વરઘોડો કાઢ્યો


વરઘોડો એટલે વરરાજા ઘોડા પર સવાર હોય અને સાથે જાનૈયાઓ નાચતા-ગાતા હોય. જોકે ઇન્દોરના રાજમોહલ્લા ચાર રસ્તા પર ભારે વરસાદની વચ્ચે એક દુલ્હો ઘોડી પર એકલો પસાર થઈ રહ્યો હતો. તેની આજુબાજુમાં માત્ર ૪ લોકો હતા, પરંતુ એય અજનબી હતા. એક છોકરો તેની ઘોડી દોરી રહ્યો હતો, બે ઢોલવાળા હતા અને એક વ્યક્તિએ દુલ્હા પર છત્રી પકડી રાખી હતી. ઘોડાની આગળ એક નાની લારી પણ ચાલી રહી હતી જેના પર મૂકેલી મ્યુઝિક-સિસ્ટમ પર ‘પલ પલ ના માને ટિન્કુ જિયા...’ ગીત વાગી રહ્યું હતું. દેખીતી રીતે આ વરઘોડો જ હતો, પરંતુ એમાં માત્ર વર જ ઘોડા પર હતો, તેની સાથે કોઈ જાનૈયાઓ હતા જ નહીં. શું આ દુલ્હો એકલો જ પરણવા નીકળ્યો હતો કે પછી વરસાદને કારણે જાનૈયાઓ ગાયબ થઈ ગયા અને દુલ્હો એકલો જ ઘોડી પર રહી ગયો?


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 07:53 PM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK