પંખીની જેમ ઉંમર વધે એમ એની ગાવાની ક્ષમતા અને લઢણ બન્નેમાં ફરક આવે છે એટલે સ્પર્ધામાં અલગ-અલગ એજ-ગ્રુપ વચ્ચે અલગ કૉમ્પિટિશન થાય છે
ઇન્ડોનેશિયામાં ઝીબ્રા પ્રજાતિનાં કબૂતરોની સિન્ગિંગ કૉમ્પિટિશન થાય છે
ઇન્ડોનેશિયામાં દર વર્ષે એક પ્રાંતમાં પંખીઓનું અનોખું ગાન સાંભળવાનો મોકો મળે છે. એનું કારણ એ છે કે અહીં ઝીબ્રા પ્રજાતિનાં કબૂતરોની સિન્ગિંગ કૉમ્પિટિશન થાય છે. આ સ્પર્ધા માટે પંખીઓને ગાવાની તાલીમ પણ આપવામાં આવે છે. અહીં એવું મનાય છે કે પંખીની જેમ ઉંમર વધે એમ એની ગાવાની ક્ષમતા અને લઢણ બન્નેમાં ફરક આવે છે એટલે સ્પર્ધામાં અલગ-અલગ એજ-ગ્રુપ વચ્ચે અલગ કૉમ્પિટિશન થાય છે. પંખીઓ એકદમ મુક્ત મને ગાઈ શકે એ માટે ખાસ પાંજરામાં મૂકીને એમને સળિયા પર ઊંચે ચડાવવામાં આવે છે.


