૧૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજી પણ જહાજમાં ઘણા પ્રવાસીઓ ફસાયેલા હોવાની આશંકા છે.
ઇન્ડોનેશિયામાં આશરે ૩૦૦ પ્રવાસી ધરાવતા જહાજમાં આગ લાગી
રવિવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સૂલાવેસીમાં તલિસ ટાપુ પર આશરે ૩૦૦ લોકો સાથેના KM બાર્સેલોના VA નામના જહાજમાં આગ લાગી હતી. માનાડો બંદર તરફ જઈ રહેલા જહાજમાં સ્થાનિક સમય મુજબ બપોરે ૧.૩૦ વાગ્યે આગ લાગી હતી અને વાઇરલ થયેલા વિડિયોમાં જહાજમાંથી આગની ઊંચી જ્વાળાઓ જોઈ શકાતી હતી. મુસાફરો આગથી બચવા માટે દરિયામાં કૂદી પડતા જોવા મળ્યા હતા. ઓછામાં ઓછા પાંચ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. ૧૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજી પણ જહાજમાં ઘણા પ્રવાસીઓ ફસાયેલા હોવાની આશંકા છે.


