ટ્વિટર-યુઝર્સે સૅલડના ઇન્ડિગોના આ વર્ઝનની મજાક ઉડાડી છે.

ઇન્ડિગો ઍરલાઇનું પ્રમોશનલ કૅમ્પેન
ઇન્ડિગો ઍરલાઇને એના પ્રમોશનલ કૅમ્પેનના ભાગરૂપે એક પોસ્ટ મૂકતાં જ સોશ્યલ મીડિયા પર એની ખૂબ ચર્ચા થવા માંડી છે. ટ્વિટર પર આ ઍરલાઇને આ પોસ્ટમાં ‘મેઇડ ટુડે અને સર્વ્ડ ટુડે’ સૅલડની વાત કરી.
આ પણ વાંચો : મલેશિયાની રેસ્ટોરાંએ પાપડને નામ આપ્યું એશિયન નાચોઝ
જોકે આ પોસ્ટમાં ફ્રેશ સૅલડનો ફોટો મૂકવાને બદલે ઇન્ડિગોએ ઇન્ડિયન બ્રેકફાસ્ટ પૌંઆની ઇમેજ શૅર કરી હતી. વળી એમાં ફ્રેશનેશ બતાવવા માટે લીંબુ નિચોવાઈ રહ્યું હોવાનું બતાવાયું છે. આ ઇમેજે ટ્વિટર-યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. ટ્વિટર-યુઝર્સે સૅલડના ઇન્ડિગોના આ વર્ઝનની મજાક ઉડાડી છે.