Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટના લેન્ડિંગ પહેલા પેસેન્જરનો ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ, FIR નોંધાઈ

મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટના લેન્ડિંગ પહેલા પેસેન્જરનો ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ, FIR નોંધાઈ

29 January, 2023 02:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાગપુરથી મુંબઈની ફ્લાઈટ (Nagpur To Mumbai)માં મુસાફરી કરી રહેલા એક મુસાફરે ઉતરાણ પહેલા ઈમરજન્સી એક્ઝિટ કવર ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાગપુરથી મુંબઈની ફ્લાઈટ (Nagpur To Mumbai)માં મુસાફરી કરી રહેલા એક મુસાફરે ઉતરાણ પહેલા ઈમરજન્સી એક્ઝિટ કવર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જે સમયે પેસેન્જરે આ કર્યું તે સમયે પ્લેન હવામાં હતું અને લેન્ડિંગ માટે આવી રહ્યું હતું. આ વ્યક્તિ ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines)ની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો હતો. મુંબઈ એરપોર્ટ(Mumbai Airport)એ આ વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઈમરજન્સી એક્ઝિટ સાથે ચેડા કરવા બદલ પેસેન્જર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઈન્ડિયોએ આ માહિતી આપી હતી.

ઈન્ડિયો એરલાઈન્સે જણાવ્યું હતું કે બોર્ડ પરના ક્રૂએ કેપ્ટનને ચેતવણી આપી હતી અને પેસેન્જરને યોગ્ય ચેતવણી આપવામાં આવી હતી. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ફ્લાઈટની સુરક્ષિત ઉડાન અંગે કોઈ સમજૂતી કરવામાં આવી નથી. ઇમરજન્સી એક્ઝિટ સાથે અનધિકૃત છેડછાડ કરવા બદલ પેસેન્જર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે કારણ કે વિમાન લેન્ડિંગની પ્રક્રિયામાં હતું. મળતી માહિતી મુજબ, આ ઘટના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતા પહેલા ઈન્ડિગો ફ્લાઈટમાં બની હતી.



આ પણ વાંચો: BJP નેતા તેજસ્વી સૂર્યાએ ખોલ્યો ઈન્ડિગોનો ઈમર્જન્સી ગેટ,સિંધિયાએ આપી પ્રતિક્રિયા


અગાઉ, આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે ભાજપ નેતા તેજસ્વી સૂર્યાએ 10 ડિસેમ્બરે ઈન્ડિગો ફ્લાઈટનો ઈમરજન્સી ગેટ ખોલ્યો હતો. એક નિવેદનમાં માહિતી આપતા DGCAએ કહ્યું હતું કે ઈન્ડિગો 6E ફ્લાઈટમાં એક પેસેન્જર જ્યારે ઈમરજન્સી ગેટ ખોલ્યો ત્યારે ગભરાટ સર્જાયો હતો. DGCAએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તે જ સમયે આ કિસ્સામાં ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે તેજસ્વી સૂર્ય દ્વારા આકસ્મિક રીતે દરવાજો ખોલવામાં આવ્યો હતો અને તેણે તેના માટે માફી માંગી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK