ભારતમાં ચોમાસા દરમ્યાન મોટા ભાગના સરીસૃપોનો બ્રીડિંગ ટાઇમ હોય છે એટલે અનેક વાર પાયથન બાઇક, સ્કૂટર કે છાપરામાં ભરાઈને એમનાં બચ્ચાંઓને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે
બાઇકના મડગાર્ડમાંથી અજગર નીકળ્યો
અંધેરીના સીપ્ઝમાં પાર્ક કરેલી બાઇકના મડગાર્ડમાં છુપાઈને બેઠેલો ઇન્ડિયન રૉક પાયથન મળી આવ્યો હતો. એને બિનસરકારી સંગઠન આશાના સભ્યોએ સલામત રીતે બહાર કાઢીને જંગલમાં છોડી દીધો હતો. આશાના સભ્ય નવીન સોલંકીએ જણાવ્યું હતું કે ‘અમને બાઇકના મડગાર્ડમાં એક નાનો સાપ ફસાઈ ગયો હોવાની માહિતી મળી હતી. અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને જોયું તો એ એક ઇન્ડિયન રૉક પાયથન હતો. અમે એને સાવચેતીથી કાઢીને જંગલમાં છોડી દીધો હતો તેમ જ આ બાબતે ફૉરેસ્ટ ઑફિસરને પણ માહિતી આપી હતી. ભારતમાં ચોમાસા દરમ્યાન મોટા ભાગના સરીસૃપોનો બ્રીડિંગ ટાઇમ હોય છે એટલે અનેક વાર પાયથન બાઇક, સ્કૂટર કે છાપરામાં ભરાઈને એમનાં બચ્ચાંઓને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે.’
આ રીતે કોઈ બાળકને દૂધ પીવડાવે
ADVERTISEMENT

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક માણસ પોતાના બાળકને ડાયરેક્ટ ગાયના આંચળમાંથી દૂધ પીવડાવતો નજરે પડે છે. આ વિડિયો જોઈને લોકો તેના પર ભડકી ઊઠ્યા છે


