સંશોધન આધારિત રિપોર્ટ નૅશનલ ઍકૅડેમી ઑફ સાયન્સના જર્નલમાં પ્રકાશિત થયો છે
અંકુર જૈન
હાલ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના રિસર્ચર અંકુર ગુપ્તા અને તેમની ટીમે ઇલેક્ટ્રૉનિક ડિવાઇસને સુપરફાસ્ટ ઝડપે ચાર્જ કરી દેતી ટેક્નૉલૉજી શોધી છે. આ ટેક્નૉલૉજી દ્વારા મોબાઇલ ફોન અને લૅપટૉપ માત્ર એક મિનિટમાં, જ્યારે ઇલેક્ટ્રિક કાર માત્ર ૧૦ મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કોલોરાડોમાં કેમિકલ ઍન્ડ બાયોલૉજિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ પ્રોફેસર અંકુર જૈનના સંશોધન આધારિત રિપોર્ટ નૅશનલ ઍકૅડેમી ઑફ સાયન્સના જર્નલમાં પ્રકાશિત થયો છે. આ ટેક્નૉલૉજી દ્વારા માત્ર વેહિકલ અને ઇલેક્ટ્રૉનિક ડિવાઇસમાં જ નહીં પણ પાવર ગ્રિડમાં પણ એનર્જી સ્ટોરેજ શક્ય બનશે. આ ટેક્નૉલૉજીમાં આયન નામે ઓળખાતા ચાર્જ્ડ પાર્ટિકલ્સની મૂવમેન્ટ પણ આધારિત છે જેમાં ખાસ પ્રકારનાં સુપરકૅપેસિટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ગણતરીની પળોમાં આયનની મૂવમેન્ટને ફાસ્ટ કરીને બૅટરી ચાર્જ કરી દે છે.


