Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકાના ડેલવર સ્ટેટમાં ડૉક્ટરની મદદથી સુસાઇડ કાયદેસર થઈ શકે છે

અમેરિકાના ડેલવર સ્ટેટમાં ડૉક્ટરની મદદથી સુસાઇડ કાયદેસર થઈ શકે છે

20 April, 2024 02:33 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં કૅલિફૉર્નિયા સહિત ૧૦ રાજ્યમાં ડૉક્ટરના સપોર્ટથી સુસાઇડ કરી શકાય છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અમેરિકાના ડેલવર રાજ્યમાં ઐતિહાસિક બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં ડૉક્ટરની મદદથી સુસાઇડને મંજૂરી આપવાની જોગવાઈ છે. સંસદમાં ૨૧ વિરુદ્ધ ૧૬ વોટ દ્વારા બિલ મંજૂર થયું હતું. બિલને આગળ ધપાવવા માટે ઓછામાં ઓછા ૨૧ વોટ જરૂરી હોય છે. ૨૦૧૫માં પહેલી વાર આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પણ વ્યાપક વિરોધને કારણે એને અટકાવી રાખવામાં આવ્યું હતું. રિપબ્લિકન સંસદસભ્ય કેવિન હૅન્સલી અગાઉ આ બિલનો વિરોધ કરતા હતા, પણ હવે તેમણે સપોર્ટમાં વોટ આપ્યો છે. તેમણે કહ્યું કે કૅલિફૉર્નિયામાં રહેતાં મારાં મમ્મીએ ગંભીર માંદગી બાદ ડૉક્ટરની મદદથી જીવન ટૂંકાવ્યું એ પછી આ બિલને લઈને મારા વિચાર બદલાયા હતા. અમેરિકામાં કૅલિફૉર્નિયા સહિત ૧૦ રાજ્યમાં ડૉક્ટરના સપોર્ટથી સુસાઇડ કરી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 02:33 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK