Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇટલીમાં યોગ કરતી વખતે સાથે ડૉગી રાખવાની મનાઈ

ઇટલીમાં યોગ કરતી વખતે સાથે ડૉગી રાખવાની મનાઈ

05 May, 2024 01:42 PM IST | Italy
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇટલીની સરકારે ‘પપી યોગ’ પર બૅન મૂક્યો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઇટલીમાં યોગ કરતી વખતે સાથે ડૉગી રાખવાની મનાઈ

ઇટલીની સરકારે ‘પપી યોગ’ પર બૅન મૂક્યો છે. યોગ-સેશનમાં જતા લોકો પોતાની સાથે ડૉગીને પણ લઈને જતા હતા અને ડૉગી પણ પોતાના માલિકનું અનુકરણ કરતા હોય એવા ફોટો વાઇરલ થતા હતા. જોકે હવે ઇટલીના આરોગ્ય વિભાગે યોગ કરતી વખતે ડૉગીને સાથે રાખવાની મનાઈ ફરમાવી દીધી છે. હાલમાં એક યોગ-સેશન દરમ્યાન પપીની સતામણીનો કિસ્સો બન્યો હતો. એ પછી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ ‘પપી યોગ’ પર પ્રતિબંધની માગણી કરી હતી.



ઇસ્લામાબાદના પાર્કમાં પાકિસ્તાનીઓનું યોગ-સેશન 


શરીર અને મનને સ્વસ્થ રાખતી ભારતની યોગ-પરંપરાને હવે દુનિયાભરના લોકો અનુસરે છે અને એમાં પાકિસ્તાનના લોકો પણ બાકાત નથી. આ તસવીર ઇસ્લામાબાદના એક પાર્કની છે. અહીં દરરોજ સવારે યોગ-સેશન યોજાય છે જેમાં નિયમિતપણે સ્થાનિક લોકો યોગાસન કરે છે. પાકિસ્તાન સરકારના સ્પોર્ટ્સ ઍન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા યોગ-સેશનનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો વિનામૂલ્ય ભાગ લઈ શકે છે. પાકિસ્તાનની સરકાર ભલે ભારતવિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપતી હોય, પણ પોતાના નાગરિકોને ભારતની યોગ-પરંપરા અનુસરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 01:42 PM IST | Italy | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK