Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇન્ડોનેશિયામાં ઊંધા ગ્લાસમાં કૉફી મળે છે

ઇન્ડોનેશિયામાં ઊંધા ગ્લાસમાં કૉફી મળે છે

18 September, 2022 01:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પર્ધામાં ટકી રહેવા માટે કૉફી-શૉપ્સ નિતનવાં ગતકડાં કરતા રહે છે

ઇન્ડોનેશિયામાં ઊંધા ગ્લાસમાં કૉફી મળે છે

ઇન્ડોનેશિયામાં ઊંધા ગ્લાસમાં કૉફી મળે છે


‘કુપી ખોપ’ એ વિશેષ પ્રકારની કૉફી છે જે કાચની રકાબીમાં ગ્લાસ ઊલટો મૂકીને સર્વ કરાય છે અને સ્ટ્રૉ વડે પીવાય છે. આ જ કારણસર એ ઇન્ડોનેશિયન અપસાઇડ-ડાઉન કૉફી તરીકે પણ ઓળખાય છે.

ઇન્ડોનેશિયામાં આચેહના પશ્ચિમ કિનારે ‘કુપી ખોપ’ કૉફી મળે છે. કૉફી સર્વ કરવાની બેજોડ રીતને કારણે જો કૉફી પીવાનું ગમતું ન હોય તો પણ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એને શૅર કરવાની લાલચ રોકી શકાય એમ નથી. ‘કુપી ખોપ’ કૉફી બનાવવાની રીત આ મુજબની છે ઃ કાચમાં ઉકાળવામાં આવેલી જાડી પિસાયેલી રોબસ્ટા કૉફીને તૈયાર કર્યા બાદ કાચની રકાબી પર ઊંધી કરવામાં આવે છે અને પ્લાસ્ટિકની સ્ટ્રૉના ઉપયોગથી કાચમાંથી કૉફીને ઢોળ્યા વિના ધીમે-ધીમે પીવાય છે.



સ્પર્ધામાં ટકી રહેવા માટે કૉફી-શૉપ્સ નિતનવાં ગતકડાં કરતા રહે છે. જોકે ‘કુપી ખોપ’માં અલગ જ વિશિષ્ટતા છે. આ કૉફીને અધિકૃત રીતે વેસ્ટ આચે રિજન્સીની અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવી છે અને સદીઓ પાછળનો એનો ઇતિહાસ શોધી શકાય છે.


થર્મોસની શોધ નહોતી થઈ એ વખતે માછીમારો માછલી પકડતી વખતે કૉફી ઠંડી ન પડે અને માછલી પકડવા માટે પર્યાપ્ત સમય આપી શકાય એ હેતુથી આ પ્રકારે કૉફી પીતા હતા. ગ્લાસ ઊલટો હોવાથી કૉફી ગરમ રહેવા ઉપરાંત એમાં કચરો કે જીવાત પડવાનો પણ ભય રહેતો નહોતો. 


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2022 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK