Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્રિટનમાં તો મરવાનું પણ મોંઘું થયું, લોકો પૈસા ઉધાર લઈને પ્રિયજનના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે

બ્રિટનમાં તો મરવાનું પણ મોંઘું થયું, લોકો પૈસા ઉધાર લઈને પ્રિયજનના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે

04 May, 2024 02:44 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં વર્ષોમાં ડાયરેક્ટ ક્રિમેશનનું પ્રમાણ વધ્યું છે.

 અંતિમ સંસ્કાર

લાઇફમસાલા

અંતિમ સંસ્કાર


બ્રિટનમાં મોંઘવારીએ લોકોની હાલત એટલી કફોડી બનાવી દીધી છે કે અહીં મરવાનું પણ મોંઘું થઈ ગયું છે. પોતાના પ્રિયજનના અંતિમ સંસ્કાર કરાવવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. ફાઇનૅન્સ ગ્રુપ સનલાઇફના રિપોર્ટ અનુસાર જો કોઈ વ્યક્તિ પ્રિયજનની અંતિમવિધિ પોતાની હાજરીમાં કરાવવા માગતી હોય તો તેણે ૪.૨૯ લાખ રૂપિયા ખર્ચવા પડે છે. એનું કારણ એ છે કે ફૂલો અને લોકોને જમાડવાનો ખર્ચ વધી જાય છે. જો અંતિમવિધિ ડાયરેક્ટ એટલે કે વ્યક્તિની ગેરહાજરીમાં થાય તો એનો ખર્ચ ૧.૫ લાખ રૂપિયા થાય છે. આમાં વ્યક્તિ મૃત્યુ પામનારને અંતિમ વિદાય આપી શકતી નથી.

છેલ્લાં વર્ષોમાં ડાયરેક્ટ ક્રિમેશનનું પ્રમાણ વધ્યું છે. જોકે એમાં પણ કૌભાંડ થવા માંડ્યાં છે. ઘણી વખત ફ્યુનરલ-ડિરેક્ટર પૈસા તો લે છે, પણ સંપૂર્ણ વિધિથી અંતિમ સંસ્કાર નથી કરતા. અમુક લોકો તો ઉધાર લઈને પણ પ્રિયજનના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. એક સર્વે મુજબ ૬૦ ટકા લોકોએ સસ્તાં કૉફિન અને સસ્તાં ફૂલ ખરીદ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 02:44 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK