Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કેરલાની સ્ટુડન્ટે એક્ઝામમાં લખ્યું, ‘મને મેસી નહીં, નેમાર ગમે છે’

કેરલાની સ્ટુડન્ટે એક્ઝામમાં લખ્યું, ‘મને મેસી નહીં, નેમાર ગમે છે’

27 March, 2023 12:31 PM IST | Thiruvananthapuram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારો પ્રિય ખેલાડી બ્રાઝિલનો નેમાર છે.’ તેણે પ્રશ્નપત્રમાં આપેલી જગ્યામાં નેમાર વિશેની વિગતો લખી હતી

કેરલાની સ્ટુડન્ટે એક્ઝામમાં લખ્યું, ‘મને મેસી નહીં, નેમાર ગમે છે’

Offbeat News

કેરલાની સ્ટુડન્ટે એક્ઝામમાં લખ્યું, ‘મને મેસી નહીં, નેમાર ગમે છે’


કેરલાની એક સ્કૂલમાં ચોથા ધોરણની વાર્ષિક પરીક્ષામાં આર્જેન્ટિનાના ફુટબોલર મેસીની જીવની લખવાનું જણાવાતાં રિઝા ફાતિમા નામની એક સ્ટુડન્ટે પ્રશ્નનો જવાબ આપતાં મેસી વિશે લખવાની ધરાર ના પાડી દઈને તેના પ્રિય બ્રાઝિલિયન ખેલાડી નેમારની જીવની લખી હતી. 

આ પણ વાંચો: ગૂગલનો ઇન્ટરવ્યુ ક્લિયર કરનાર બૅન્ગલોરમાં ભાડૂત તરીકેના ઇન્ટરવ્યુમાં ફેલ થઈ ગયો



બાળકોને મેસીની જીવની લખવામાં સરળતા રહે એ માટે પ્રશ્નપત્રમાં તેના ફોટો સાથે કઈ વિગતો ભરવાની છે એનો ઉલ્લેખ કરી જવાબ માટે જગ્યા ખાલી રાખવામાં આવી હતી.  પૂરા પાંચ માર્ક્સનો પ્રશ્ન હોવા છતાં રિઝાએ સ્પષ્ટ લખ્યું કે ‘હું નહીં લખું. મને મેસી નથી ગમતો. મારો પ્રિય ખેલાડી બ્રાઝિલનો નેમાર છે.’ તેણે પ્રશ્નપત્રમાં આપેલી જગ્યામાં નેમાર વિશેની વિગતો લખી હતી. રિઝાની ટીચરે તેનો જવાબ સોશ્યલ મીડિયા પર વાઇરલ કરતાં કહ્યું હતું કે દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. જોકે રિઝાને માર્ક્સ મળ્યા કે નહીં એની ખબર નથી.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2023 12:31 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK