મૃત્યુ ક્યારે, ક્યાં અને કયા સ્વરૂપે આવે છે એ કોઈ જાણતું નથી. મૃત્યુના ઘણા એવા કિસ્સા બનતા હોય છે કે આપણે સાંભળીને ચકિત થઈ જઈએ છીએ. હૈદરાબાદમાં સોમવારે આવી જ એક ઘટના બની હતી
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
મૃત્યુ ક્યારે, ક્યાં અને કયા સ્વરૂપે આવે છે એ કોઈ જાણતું નથી. મૃત્યુના ઘણા એવા કિસ્સા બનતા હોય છે કે આપણે સાંભળીને ચકિત થઈ જઈએ છીએ. હૈદરાબાદમાં સોમવારે આવી જ એક ઘટના બની હતી. એક સ્કૂલમાં રિસેસ પડી ત્યારે છઠ્ઠા ધોરણમાં ભણતા ૧૧ વર્ષના વિદ્યાર્થીએ એકસાથે ૩ પૂરી ખાઈ લીધી હતી. ગળામાં ડચૂરો બાઝી જતાં તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તે ત્યાં જ ઢળી પડ્યો. શાળાના કર્મચારીઓ તેને તાત્કાલિક એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા પણ ત્યાં સારવાર શક્ય નહોતી એટલે સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલ લઈ જવો પડ્યો પણ ત્યાં પહોંચ્યા બાદ ડૉક્ટરોએ તપાસ્યો ત્યારે તે મૃત્યુ પામ્યો હતો. સ્કૂલે કિશોરના પિતાને ફોન કરીને જાણ કરી હતી. પરિવાર હજી પણ બાળકના આવા મોતથી આઘાતમાં છે. આ ઘટના વિશે પોલીસે તપાસ શરૂ કરી છે.