આ જહાજમાં ૨૫૦૦ શૅમ્પેન બૉટલ, ૪૫,૦૦૦ નૅપ્કિન્સ અને ૫૦,૦૦૦ ટૉવેલ હતા

જહાજનો ફોટો
ટાઇટૅનિક સ્ટીમર કેમ ડૂબી ગઈ એની ચર્ચા એક સદી કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં અટકતી નથી. તાજેતરમાં કૅનેડા નજીકના દરિયાની અંદર ડૂબેલા આ જહાજના કેટલાક ફોટો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં એપ્રિલ ૧૯૧૨માં પહેલી સફરે નીકળેલા આ જહાજના ભંગારમાં બૂટની જોડી અને શૅમ્પેનની બંધ બૉટલ દેખાય છે. આ ભવ્ય જહાજના દાદરાના અવશેષ પણ દેખાય છે, જ્યાં પહેલી વખત ૧૯૯૭માં આવેલી ફિલ્મનાં પાત્રો જૅક અને રોઝ જેમ્સ મળ્યાં હતાં. ૧૯૮૫માં આ જહાજનો ભંગાર પહેલી વખત મળ્યો હતો. ત્યાર બાદ નિષ્ણોતોને આ જહાજની વાતો ઘણી આકર્ષે છે. આ જહાજમાં ૨૫૦૦ શૅમ્પેન બૉટલ, ૪૫,૦૦૦ નૅપ્કિન્સ અને ૫૦,૦૦૦ ટૉવેલ હતા. એ ઉપરાંત ૧૦૦૦ બૉટલ વાઇન, ૮૫૦ બૉટલ સ્પિરિટ અને ૧,૫૦,૦૦૦ બિઅરની બૉટલ હતી. એ અકસ્માતમાં કુલ ૧૫૦૦ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જહાજને ૧૯૧૨ની ૧૪ એપ્રિલે અકસ્માત નડ્યો હતો. બે કલાક ૪૦ મિનિટ બાદ જહાજ દરિયામાં ડૂબી ગયું હતું.
લંડનની કંપનીએ ગયા ઉનાળાથી આ જહાજની તપાસ શરૂ કરી હતી. કુલ ૨૦૦ કલાક સુધી એના વિવિધ ફોટો પાડ્યા હતા. આ જહાજ કેમ ડૂબ્યું એને લગતા ઘણા સવાલ છે. થ્રીડી સ્કૅન કરવાથી એનો જવાબ મળશે. જો જહાજ હિમશિલા સાથે ટકરાયું હોય, જેમ કે ફિલ્મમાં બતાવાયુ હતું તો આ જહાજ હિમશિલાની ઉપર પણ આવી ગયું હોત, પણ ખરેખર એવું થયું નથી. તાજેતરમાં જે રીતે એનો અભ્યાસ કરવામાં આવ્યો છે એ રીતે અગાઉ કરવામાં આવ્યો નહોતો એથી હવે ખરી હકીકત બહાર આવી શકે છે. તાજેતરમાં બીબીસી પર પહેલી વખત આ તમામ વિડિયોની કેટલીક ક્લિપ બતાવવામાં આવી હતી.