આ ટાપુ પર ૩૦ માઇલમાં એક નૅશનલ પાર્ક પણ છે.
ફિનલૅન્ડમાં શરૂ થયો વિશ્વનો પહેલો ફોન-ફ્રી આઇલૅન્ડ
મોબાઇલનું વળગણ હવે એવું થઈ ગયું છે કે લોકો એક મિનિટ પણ એને એળગો મૂકી શકતા નથી. કોઈ જગ્યાએ ફરવા ગયા હોય છતાં તેમના ફોન ચાલુ જ હોય છે. ફિનલૅન્ડ નૅશનલ પાર્કનો ઉલ્કા-ટેમિયો ટાપુ અહીં આવનાર પ્રવાસીઓને ફોનથી મુક્તિ આપવા માટેનું વાતાવરણ સર્જવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે પ્રવાસીઓને પોતાનો મોબાઇલ ખિસ્સામાં રાખવા કહ્યું છે. વળી સોશ્યલ મીડિયામાંથી વિરામ લઈને તેઓ પ્રકૃતિનો આનંદ માણી શકે છે. આ ટાપુ પર ૩૦ માઇલમાં એક નૅશનલ પાર્ક પણ છે. રજા માણતા હોઈએ ત્યારે પણ ફોનથી અળગા રહેવામાં મુશ્કેલી પડે છે એથી થોડા સમય માટે પણ મોબાઇલ ફોનથી અલગ રહેવાથી લાભ થઈ શકે છે. એ ચિંતા અને હતાશાનાં લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે. આ ટાપુ પર હાઇકિંગ ટ્રેલ્સ અને બર્ડ વૉચિંગ ટાવર છે. આ નૅશનલ પાર્કમાં પ્રવાસીઓ તંબુમાં અથવા વાઇલ્ડલાઇફ ફિનલૅન્ડ દ્વારા આપવામાં આવતી કૅબિનમાં રાત વિતાવી શકે છે. ફિનલૅન્ડને સતત છઠ્ઠા વર્ષે વિશ્વનો સૌથી સુખી દેશ જાહેર કરવામાં આવ્યો છે.


