પતિને બોનેટ પર લટકાવીને લગભગ પાંચ કિલોમીટર સુધી કાર ચલાવતી રહી પત્ની
રોડ પર જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય અને વાત વણસે ત્યારે આસપાસના લોકો માટે તમાશો બની જાય છે. ચીનના ગુઇઝોઉમાં એક યુગલનો કારમાં બેઠા-બેઠા ઝઘડો થાય છે. કાર પત્ની ચલાવી રહી છે એટલે વાતચીત કરવા માટે પતિ તેને કાર થોભાવવાનું કહે છે. કાર થોભતાં પતિ બહાર નીકળે છે, પણ પત્ની એન્જિન બંધ નથી કરતી એટલે પતિ બોનેટ ખોલીને એન્જિન બંધ કરવા જાય છે. જોકે તે બોનેટ ખોલી શકે એ પહેલાં તો પત્ની એનાથી ઊલટું કાર દોડાવવા લાગે છે અને પતિદેવ બોનેટ પર લટકી પડે છે.
નવાઈની વાત એ છે કે પત્ની લગભગ પાંચ કિલોમીટર સુધી આ જ રીતે પતિને બોનેટ પર લટકાવીને કાર ચલાવતી રહે છે. કરુણાજનક એ છે કે આ ઝઘડા વખતે તેમના ત્રણ સંતાનો કારની અંદર બેઠા છે. તેઓ પેરન્ટ્સનો આ ભદ્દો ઝઘડો જોઈને ડઘાઈ જાય એ સ્વાભાવિક છે. આ ઘટનાનો વિડિયો પોલીસે સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો છે અને પત્ની વિરુદ્ધ કેસ નોંધીને વિવાદની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: પ્રેમ આંધળો હોય છે એ આનું નામ, 22વર્ષની કન્યા ૩૩ વર્ષ મોટા પુરુષને પરણી


