મહિલાઓ પહેલાં સાદી દોડ લગાવીને એક લાઇન સુધી પહોંચી હતી અને પછી ચોક્કસ રેખાથી તેમણે હૅન્ડસ્ટૅન્ડ રેસ શરૂ કરી હતી. કેટલીક મહિલાઓ તો જાણે પગ પર ચાલતી હોય એટલી સરળતાથી હાથેથી આગળ વધી રહી હતી. તેમની ગતિ વધે એ માટે તેઓ પગેથી પણ હલેસાં મારવા.
મહિલાઓની અનોખી હૅન્ડસ્ટૅન્ડ રેસ
૧૦૦ મીટરની દોડ અથવા લીંબુ-ચમચી મોંમાં મૂકીને દોડવાની સ્પર્ધાઓ તો બહુ થાય છે, પણ સ્કૉટલૅન્ડમાં કેટલીક મહિલાઓએ ફિટનેસનું નેક્સ્ટ-લેવલ કહેવાય એવી હૅન્ડસ્ટૅન્ડ રેસ લગાવી હતી. હૅન્ડસ્ટૅન્ડ રેસ એટલે કે હાથના બળ પર શીર્ષાસન કરીને ઊંધા માથે ઊભા થવું અને પછી હાથને પગની જેમ ફેરવીને વન બાય વન આગળ મૂકીને દોડવું. આ રેસમાં મહિલાઓની ફિટનેસ જોઈને આફરીન થઈ જવાય એવું છે. એમાં લગભગ ડઝનેક મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓ પહેલાં સાદી દોડ લગાવીને એક લાઇન સુધી પહોંચી હતી અને પછી ચોક્કસ રેખાથી તેમણે હૅન્ડસ્ટૅન્ડ રેસ શરૂ કરી હતી. કેટલીક મહિલાઓ તો જાણે પગ પર ચાલતી હોય એટલી સરળતાથી હાથેથી આગળ વધી રહી હતી. તેમની ગતિ વધે એ માટે તેઓ પગેથી પણ હલેસાં મારવા જેવી મૂવમેન્ટ કરતી હતી. ફિટનેસ માટે ક્રૉસફિટ ટ્રેઇનિંગ લેતી મહિલાઓ વચ્ચે આ સ્પર્ધા થઈ હતી. સ્કૉટલૅન્ડમાં પહેલી વાર ૨૦૨૪માં આવી સ્પર્ધા થઈ હતી. એ પછી બીજી વાર આ રેસ યોજાઈ હતી જેમાં લુસી કૅમ્પબેલ નામની ક્રૉસફિટ ટ્રેઇનર જીતી હતી.
