સોનાની કિંમતો વધતાં લોકો જૂનું સોનું વેચવા નીકળ્યા છે અને તેમના માટે હવે ચીનમાં ગોલ્ડ ATM મદદે આવ્યું છે. શાંઘાઈના મૉલમાં ગોલ્ડ ATM ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું છે અને એની એટલી ડિમાન્ડ છે કે મે મહિના સુધીની અપૉઇન્ટમેન્ટ ફુલ છે.
ચીનમાં ગોલ્ડ ATM
સોનાની કિંમતો વધતાં લોકો જૂનું સોનું વેચવા નીકળ્યા છે અને તેમના માટે હવે ચીનમાં ગોલ્ડ ATM મદદે આવ્યું છે. શાંઘાઈના મૉલમાં ગોલ્ડ ATM ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું છે અને એની એટલી ડિમાન્ડ છે કે મે મહિના સુધીની અપૉઇન્ટમેન્ટ ફુલ છે. આ ATMમાં સોનું મૂકવામાં આવે ત્યારે પહેલાં એ એને ઓગાળી નાખે છે, પછી પ્યૉરિટી અને વજન તપાસે છે અને ૩૦ મિનિટમાં બૅન્કના ખાતામાં આ સોનાનાં નાણાં જમા કરે છે. આ રીતે સોનું વેચવા માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર નથી. આ મશીન ચીનના કિંગહુડ ગ્રુપ દ્વારા સંચાલિત છે અને એમાં ૫૦ ટકાથી વધુ શુદ્ધતાવાળું ૩ ગ્રામથી વધારે સોનું વેચી શકાય છે. એક ડેમોન્સ્ટ્રેશન વખતે ૪૦ ગ્રામના સોનાના હારનું પ્રતિ ગ્રામ ૭૮૫ યુઆન (આશરે ૯૨૦૦ રૂપિયા)ના દરે મૂલ્યાંકન કરીને ૩૦ મિનિટમાં સોનાધારકના બૅન્ક-ખાતામાં ૩૬,૦૦૦ યુઆન (આશરે ૪.૨૦ લાખ રૂપિયા) જમા કરી દેવામાં આવ્યા હતા.

